
મહેસાણા, 3 ડિસેમ્બર (હિ.સ.) : જિલ્લા નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ થાય તે દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મહેસાણા મામલતદાર કચેરી પર atvt નું મહેસાણા ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ પણ જોડાયા હતા. આ ATVT સેન્ટર મારફતે નાગરિકોને આવક, જાતિ, નિવાસ પ્રમાણપત્ર, જમીન સંબંધિત દસ્તાવેજો, પેન્શન, આધાર પ્રમાણિત સેવાઓ સહિત અનેક શાસકીય યોજનાઓ અને ઓનલાઇન સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. પરિણામે નાગરિકોને શાસકીય કચેરીઓમાં ચક્કર નહિ મારવા પડે અને સમય-પરિશ્રમની બચત થશે.
લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું ધ્યેય “ગામે ગામે સરકાર”નું છે, જેવું ATVT સેન્ટર દ્વારા રૂપૂ થઈ રહ્યું છે. તેમણે નાગરિક મિત્ર સેવા આપવા સ્ટાફને પ્રોત્સાહિત કર્યો અને વધુ સેવાઓ કેન્દ્ર સાથે જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરી.
આ નવો પ્રયત્ન મહેસાણા જિલ્લામાં ઈ-ગવર્નન્સને વધુ વેગ આપશે અને નાગરિકોના જીવનમાં સુવિધા અને પારદર્શિતાનો નવો અધ્યાય ઉમેરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR