પોરબંદરના ફટાણા ગામે માથાભારે શખ્સોએ પોલીસની કારમાં તોડફોડ કરી
પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના ફટાણા ગામે વેપારીની ધમકી આપ્યાની ફરીયાદની તપાસ અર્થે ગયેલી પોલીસની જીપ પર માથાભારે શખ્સે પથ્થર મારો કરી અને નુકશાન કરી પોલીસ ફરજમા રૂકાવટ કર્યાની ફરીયાદ નોધાય છે. ફટાણા ગામે રાજુભાઈ બુધભાઈ બથવાર ફરીયાદ કરવા ગ
પોરબંદરના ફટાણા ગામે માથાભારે શખ્સોએ પોલીસની કારમાં તોડફોડ કરી


પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના ફટાણા ગામે વેપારીની ધમકી આપ્યાની ફરીયાદની તપાસ અર્થે ગયેલી પોલીસની જીપ પર માથાભારે શખ્સે પથ્થર મારો કરી અને નુકશાન કરી પોલીસ ફરજમા રૂકાવટ કર્યાની ફરીયાદ નોધાય છે. ફટાણા ગામે રાજુભાઈ બુધભાઈ બથવાર ફરીયાદ કરવા ગયા હોય તેમની તપાસ અર્થે બગવદર પોલીસ આરોપી મહેશ બથવારની પુછપરછ માટે ગઇ હતી. તે દરમ્યાન પોલીસની જીપ પર મહેશ બથવારે પથ્થર મારી અને જીપના આગળના કાચ તોડી નાંખ્યા હતા અને તેમને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે મહેશ બથવારે ઝપઝપી કરી અને ફરજમા રૂકાવટ કરી હતી.

આ અંગે અમૃત અરજનભાઇ રાઠોડ નામના પોલીસકર્મીએ બગવદર પોલીસ સ્ટેશનમાં મહેશ બથવાર સામે સરકારી જીપને રૂ.4500નુ નુકશાન કર્યાનુ તેમજ ફરજ રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande