HNGUએ સંલગ્ન કોલેજોમાં ગેરરીતિઓ અટકાવવા ચાર સભ્યોની આકસ્મિક ચકાસણી સમિતિની રચના કરી
પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) એ સંલગ્ન કોલેજોમાં થતી અનિયમિતતાઓ અને ગેરરીતિઓ અટકાવવા ચાર સભ્યોની આકસ્મિક ચકાસણી સમિતિની રચના કરી છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર પૌરીયાએ જણાવ્યું કે સ્ટેચ્યુટ 3(16) મુજબ
HNGUએ  સંલગ્ન કોલેજોમાં ગેરરીતિઓ અટકાવવા ચાર સભ્યોની આકસ્મિક ચકાસણી સમિતિની રચના કરી


પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) એ સંલગ્ન કોલેજોમાં થતી અનિયમિતતાઓ અને ગેરરીતિઓ અટકાવવા ચાર સભ્યોની આકસ્મિક ચકાસણી સમિતિની રચના કરી છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર પૌરીયાએ જણાવ્યું કે સ્ટેચ્યુટ 3(16) મુજબ આ સમિતિની નિમણૂંક કરવામાં આવી છે અને ચાર ટીમો કાર્યરત છે.

ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં 600થી વધુ કોલેજો છે, જેમાં બોગસ કોલેજો, ભૂતિયા વિદ્યાર્થીઓ અને માત્ર બોર્ડ લગાવી ચલાવાતી કોલેજોની ફરિયાદો આવે છે. સમિતિમાં ઈસી મેમ્બર એમ.કે. પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય દિલીપભાઈ ચૌધરી, વાલજીભાઈ પરમાર અને ગજેન્દ્રસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. દરેક મુખ્ય સભ્ય સાથે ચાર અધ્યાપકોની ટીમ રહેશે, જેમાં ડીન, આચાર્ય અને અન્ય અધ્યાપકો સામેલ છે.

ચકાસણી સમિતિ ગમે ત્યારે કોઈપણ કોલેજમાં પહોંચી આકસ્મિક તપાસ કરશે અને વિગતવાર રિપોર્ટ યુનિવર્સિટીને રજૂ કરશે. આ રિપોર્ટ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ મૂકી, સંબંધિત કોલેજ સામે યોગ્ય કાર્યવાહી કરાશે. સ્ટેચ્યુટ 3(16) મુજબ, કોલેજને પહેલાંથી જાણ કરી તે પછી જ તપાસ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande