
પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરિયાના નામે બનાવટી WhatsApp એકાઉન્ટ બનાવાયું છે. કુલપતિએ લોકોને અનિચ્છનીય મેસેજ અથવા છેતરપિંડીથી બચવા માટે સાવચેત રહેવા સૂચના આપી છે.
ડૉ. પોરિયાએ જણાવ્યું કે તમામ સ્નેહી મિત્રો અને વડીલો ધ્યાને લાવે કે આ ખોટા એકાઉન્ટમાંથી મેસેજ આવે તો તેને ધ્યાનમાં લેવો કે નોંધવું નહીં. આ પગલું મુખ્યત્વે લોકોને કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે લેવામાં આવ્યું છે.
કુલપતિએ ફેક એકાઉન્ટ બનાવનાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરવાની પણ જાહેરાત કરી છે. યુનિવર્સિટીના વડાના નામે બનેલા આ એકાઉન્ટને કારણે યુનિવર્સિટી વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ