
જામનગર, 3 ડિસેમ્બર (હિ.સ.) : જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા - ૨૦૨૬ આગામી તા.13/12/2025 ને શનિવારના રોજ સવારે 11:30 થી 1:30 દરમિયાન જામનગર જિલ્લાના 23 કેન્દ્રો પર લેવામાં આવશે. પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના એડમીટ કાર્ડ https://cbseitms.rcil.gov.in/nvs/ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ જી.એમ. પટેલ ગર્લ્સ હાઇસ્કુલ, હરધ્રોળ હાઇસ્કુલ, શ્રી એલ.જી.હરિયા સ્કૂલ, ડી.સી.સી. હાઇસ્કુલ, શ્રી શારદા મંદિર હાઇસ્કુલ, એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય, શ્રી ડી.એસ.ગોજીયા વિદ્યાલય, શ્રી જે.કે.સોની વિદ્યાલય, ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય, નંદન વિદ્યાલય, જામજોધપુર તાલુકાની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય, એન.એન. સંતોકી કન્યા વિદ્યાલય, સંસ્કાર વિદ્યાલય, જોડિયા તાલુકાની યુ.પીવી કન્યા વિદ્યાલય, શ્રેયસ હાઇસ્કુલ, કાલાવડ તાલુકાની પીબી એન્ડ બીબી હીરપરા ગર્લ્સ હાઇસ્કુલ, દિવ્યજ્યોત હાઇસ્કુલ, મ્યુનિસિપલ હાઈસ્કૂલ (શીતલા), લાલપુર તાલુકાની વીર સાવરકર વિદ્યાલય, એલ.એલ.એ મહેતા કન્યા વિદ્યાલય, માધવ વિદ્યાલય, શ્રી સાંદિપની એકેડમી અને શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ એમ ૨૩ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સીપાલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt