
નવસારી, 3 ડિસેમ્બર (હિ.સ.) : નવસારી એલસીબીએ હાઇવે પર મોટી કાર્યવાહી કરતાં પીકઅપ વાનમાંથી શાકભાજીના ભરાવ નીચે છૂપાવેલી 1,824 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. વાન (GJ-13-AT-1866) સેલવાસથી પાલિતાણા તરફ લઈ જવાઈ રહ્યું હોવાની બાતમી મળતા ટોલનાકા નજીક વોચ ગોઠવી વાહન રોકાયું હતું. તપાસ દરમિયાન રૂ. 4.62 લાખનો દારૂ મળી આવતા ડ્રાઇવર રોહિત પાંગળને કબજે લીધો છે.
આ કેસમાં ત્રણ વધુ શખ્સોની ઓળખ કરી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એલસીબીએ દારૂ, મોબાઈલ અને પીકઅપ સહિત કુલ રૂ. 9.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તાજેતરમાં પ્રોહિબિશન સામેની કડક કાર્યવાહી વધી છે, જેના પગલે બુટલેગરો દારૂ છૂપાવવાની નવી રીતો અજમાવી રહ્યા છે—ક્યારેક વાયર, પ્લાસ્ટિક કચરું અને હવે શાકભાજીની કેરેટમાં દારૂ છૂપાવી હેરાફેરી કરવાનો ટ્રેન્ડ વધ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે