
પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ શહેરની પોલીસ સોલારાની પોળ, લોટેશ્વર રોડ પરથી મહંમદમાજીન મોહંમદફરીદ શેખ (ઉંમર આશરે 30 વર્ષ, રહે. પાટણ)ને ગાંજા સાથે ધરપકડ કરી છે. તેના કબજામાં કાળા કલરના પ્લાસ્ટિકની થેલીમાં લીલો, સૂકો અને સામાન્ય ભેજવાળો વનસ્પતિજન્ય પદાર્થ મળ્યો.
FSL દ્વારા પ્રાથમિક તપાસમાં પદાર્થ ગાંજો હોવાનું નિર્ધારિત થયું. જપ્ત કરાયેલા 765 ગ્રામ ગાંજાનું બજાર મૂલ્ય આશરે રૂ. 38,250 ગણાયું છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે ગાંજાની સપ્લાય કરનાર બીજો આરોપી પરમાર શ્રેયાંસ ઉર્ફે મોન્ટુ (રહે. પાટણ, મોબાઇલ 9978842879) હજુ ફરાર છે. પોલીસ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને નેટવર્ક સુધી પહોંચી વધુ તપાસ કરી રહી છે. બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ