સિદ્ધપુરમાં જન આક્રોશ રેલી દરમિયાન થયેલું ચેઇન સ્નેચિંગ રહસ્ય ઉકેલાયું
પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) 1 ડિસેમ્બર, 2025ના રોજ કોંગ્રેસની જન આક્રોશ રેલી સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામે પહોંચી ત્યારે થયેલા ચેઇન સ્નેચિંગના ગુનામાં સિદ્ધપુર પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. ભીડ દરમિયાન એક અજાણ્યા શખ્સે વૃદ્ધ મહિલાની ગળામાંથી સોના
સિદ્ધપુરમાં જન આક્રોશ રેલી દરમિયાન થયેલું ચેઇન સ્નેચિંગ રહસ્ય ઉકેલાયું


સિદ્ધપુરમાં જન આક્રોશ રેલી દરમિયાન થયેલું ચેઇન સ્નેચિંગ રહસ્ય ઉકેલાયું


પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) 1 ડિસેમ્બર, 2025ના રોજ કોંગ્રેસની જન આક્રોશ રેલી સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામે પહોંચી ત્યારે થયેલા ચેઇન સ્નેચિંગના ગુનામાં સિદ્ધપુર પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. ભીડ દરમિયાન એક અજાણ્યા શખ્સે વૃદ્ધ મહિલાની ગળામાંથી સોનાની ચેઇન છીનવી લીધી હતી.

ફરિયાદ દાખલ થતાં જ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરવામાં આવી. પોલીસે કાકોશી સર્કલ વિસ્તારને ધ્યાને લઇ સઘન તપાસ હાથ ધરી હતી.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. શુકલાને પ્રાપ્ત ચોક્કસ બાતમી પરથી કાકોશી સર્કલ નજીકથી એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પૂછપરછ કરવામાં આવી. તેણે ચેઇન સ્નેચિંગનો ગુનો કર્યાની કબૂલાત આપી હતી.

પકડાયેલા આરોપી ભૂપતસિંહ કાનાભાઈ કોળી ના નામે અગાઉ પણ પ્રોહીબિશન એક્ટ હેઠળ ત્રણ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું. પોલીસે તેને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande