‘સરદાર@150’ યુનિટી માર્ચને લઈને એકતા-દેશભક્તિના રંગે રંગાયેલો નર્મદા જિલ્લો
- નવદુર્ગા અને સૂરજબા વિદ્યાલયમાં પ્રી-ઇવેન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનો ભવ્ય આયોજન - વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિઓમાં સરદાર સાહેબનું જીવન, દેશપ્રેમ અને રજવાડાઓના વિલીનીકરણની સુંદર રજૂઆત રાજપીપલા, 3 ડિસેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય યુનિટી માર્ચના આગમન પ
‘સરદાર@150’ યુનિટી માર્ચને લઈને એકતા-દેશભક્તિના રંગે રંગાયેલો નર્મદા જિલ્લો


‘સરદાર@150’ યુનિટી માર્ચને લઈને એકતા-દેશભક્તિના રંગે રંગાયેલો નર્મદા જિલ્લો


- નવદુર્ગા અને સૂરજબા વિદ્યાલયમાં પ્રી-ઇવેન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનો ભવ્ય આયોજન

- વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિઓમાં સરદાર સાહેબનું જીવન, દેશપ્રેમ અને રજવાડાઓના વિલીનીકરણની સુંદર રજૂઆત

રાજપીપલા, 3 ડિસેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય યુનિટી માર્ચના આગમન પૂર્વે સમગ્ર નર્મદા જિલ્લો એકતા અને દેશભક્તિના રંગે રંગાયો છે. યુવાનો, મહિલાઓ-બાળકો, વડીલો સહિત જિલ્લાનો પ્રત્યેક નાગરિક રાષ્ટ્રભાવના સાથે પોતાની ભાગીદારી નોંધાવી રહ્યાં છે. એકતાની ભાવનાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને યુવા પેઢીની ઉત્સાહભરી ભાગીદારી દ્વારા જિલ્લાભરમાં એકતાનો પ્રેરક સંદેશ ગુંજાઈ રહ્યો છે.

નવદુર્ગા હાઈસ્કૂલ અને સૂરજબા મહિડા કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આજે ‘સરદાર પટેલ @150’ ની જન્મજયંતિને અનુરૂપ પ્રી-ઇવેન્ટ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ સરદાર સાહેબના જીવનકવન, દેશપ્રેમ, ખેડૂતો અને નાગરિકોના હિત માટે કરેલી લડત, તેમજ રજવાડાઓના એકીકરણમાં તેમની ઐતિહાસિક ભૂમિકા પર આધારિત સાંસ્કૃતિક કૃતિઓની સુંદર રજૂઆત કરી હતી.

વધુમાં, વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, નાટ્યપ્રસ્તુતિઓ અને સર્જનાત્મક કલાત્મક રજૂઆતોથી એકતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande