પાટણના અનાવાડામા શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા, ગૌ સંવર્ધન માટે સંકલ્પનો આહ્વાન કર્યુ.
પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.)પાટણના અનાવાડા સ્થિત વૈદિક સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે, જે 7 ડિસેમ્બર સુધી ચાલશે. ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્
પાટણના અનાવાડામા શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉપસ્થિત રહ્યા હતા, તેમણે ગૌ સંવર્ધન માટે સંકલ્પનો આહ્વાન કર્યુ.

પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.)પાટણના અનાવાડા સ્થિત વૈદિક સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે, જે 7 ડિસેમ્બર સુધી ચાલશે. ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યું હતું. મોટી સંખ્યામાં ગૌભક્તો કથામાં જોડાઈ રહ્યા છે.

કથા દરમિયાન આનંદીબેન પટેલે ગૌ-સંવર્ધન, ગાયોની સંભાળ અને ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા દારૂમુક્તિ અભિયાન અંગે વાત કરી. તેમણે સમાજને સંદેશ આપ્યો કે દારૂથી પરિવાર અને સમાજને નુકસાન થાય છે, તેથી શુદ્ધ જીવનશૈલી અપનાવવી જોઈએ. સાધુ–સંતોના માર્ગદર્શનથી અયોધ્યામાં થયેલા પરિવર્તનને તેમણે અદભુત ગણાવ્યું.

ગાય અંગે બોલતા તેમણે જણાવ્યું કે ગાય આપણું પાલન કરે છે, દૂધ–માખણ આપે છે, છતાં મૃત્યુ પહેલા તેને રખડતી મૂકવી શોભતું નથી. ગાયનું અંતિમ સંસ્કાર ઘરમાંથી જ થવું જોઈએ એવો સંકલ્પ સૌએ લેવાની જરૂર છે. તેમણે ભાર મૂક્યો કે દરેક સમાજ—ભરવાડ, રબારી કે પટેલ—ગાયના પાલન સાથે જોડાયેલો છે અને તે ઘરનું ભરણપોષણ કરે છે.

જૂના સમયની પરંપરાનું સ્મરણ કરાવતા તેમણે જણાવ્યું કે ગાયનું મૃત્યુ થતાં તેને માનપૂર્વક વિદાય આપવામાં આવતી, જે ભાવ પાછો લાવવાનો સમય છે. ગાયોની સારવાર, ભોજન અને સેવા સમાજની જવાબદારી છે. પાટણના બેબા શેઠ દ્વારા 31 લાખના સહાયની જાહેરાત સહિત વધુ સહાય મળશે તેવી આશા વ્યક્ત કરીને તેમણે ગૌ–સેવામાં સૌએ જોડાવું તેવું કહ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande