
ગીર સોમનાથ, 3 ડિસેમ્બર (હિ.સ.) : સુપ્રસિદ્ધ સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં વેરાવળ વિભાગીય પીજીવીસીએલ કચેરી તરફથી માહિતીદર્શક સાથે સેલ્ફી પોઈન્ટ આકર્ષણ ધરાવતો સ્ટોલ રાખવામાં આવેલ છે. મેળામાં આવનાર લાખો લોકો આ સ્ટોલને નિહાળી માર્ગદર્શન મેળવી રહ્યા છે. વેરાવળ-પાટણ પીજીવીસીએલ સ્ટાફ આ સ્ટોલમાં સેવાઓ આપી રહેલ છે. સ્ટોલમાં પબ્લીક જાગૃત માટેની પત્રિકાઓનું, વીજ બચાવ અને વીજથી સલામતી તેમજ સ્માર્ટ મીટરની જાણકારી અને સોલાર રુફ માહિતી આ ઉપરાંત તે સ્થળે એક સેલ્ફી પોઈન્ટ પણ મેળાના લોકો લઈ શકે અને વીજ સંબંધિત જાગૃતિથી વાકેફ થાય તે માટે રખાયેલ છે. સ્ક્રીન ડીસ્પ્લે, ચાર્ટ, બેનર, હોર્ડિંગથી સ્ટોલને આકર્ષક બનાવાયો છે અને તે સ્થળે જરૂરી માર્ગદર્શન અને જાણકારી પણ અપાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ