પોલીસ અને હોમગાર્ડ જવાનોને ફાયર અંગેની તાલીમ અપાઈ.
પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરમાં પોલીસ અને હોમગાર્ડના જવાનોને આગ સામે લોકોને બચાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની સજ્જતા અનિવાર્ય હોય છે.જે અંતર્ગત પોરબંદર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વાર
પોલીસ અને હોમગાર્ડ જવાનોને ફાયર અંગેની તાલીમ અપાઈ.


પોલીસ અને હોમગાર્ડ જવાનોને ફાયર અંગેની તાલીમ અપાઈ.


પોલીસ અને હોમગાર્ડ જવાનોને ફાયર અંગેની તાલીમ અપાઈ.


પોલીસ અને હોમગાર્ડ જવાનોને ફાયર અંગેની તાલીમ અપાઈ.


પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરમાં પોલીસ અને હોમગાર્ડના જવાનોને આગ સામે લોકોને બચાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી.

કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની સજ્જતા અનિવાર્ય હોય છે.જે અંતર્ગત પોરબંદર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા પોલીસ હેડકવાર્ટર ખાતે એક મહત્વપુર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં પોરબંદર પોલીસ દળના જવાનો અને હોમગાર્ડના જવાનોને આગ અકસ્માત સમયે બચાવ કામગીરી અને સલામતી અંગેનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતુ.ફાયર વિભાગના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા તાલીમ દરમિયાન આગ ઓલવવાના આધુનિક સાધનો અને ફાયર એકસટિંગ્વિશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યુ હતુ.સાથે જ, આગ લાગવાની ઘટનામાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની રેસ્ક્યુ ટેકનિકસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રાથમિક સમજ પણ આપવામાં આવી હતી.પોલીસ અને હોમગાર્ડ જવાનો ઘણીવાર ઘટનાસ્થળે 'ફર્સ્ટ રિસ્પોન્ડર’ તરીકે પહોંચતા હોય છે, ત્યારે આ તાલીમ તેમને પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં ખુબ મદદરૂપ થશે.આ તાલીમ શિબિરનો મુખ્ય હેતુ સુરક્ષા દળો અને ફાયર વિભાગ વચ્ચે સંકલન વધારવાનો અને જવાનોની કાર્યક્ષમતામાં વધારો કરવાનો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત પોલીસ અને હોમગાર્ડના જવાનોએ આ તાલીમ ઉત્સાહપુર્વક લીધી હતી અને ફાયર સેફ્ટી અંગેના પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યુ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande