પોરબંદર તાલુકા કક્ષાના કલા ઉત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરાઈ.
પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.)જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર તથા રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર પ્રેરિત તેમજ બી.આર.સી. ભવન પોરબંદર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી પોરબંદર સંયુક્ત આશ્રય હેઠળ “ગરવી ગુજરાત” થીમ આધારિત પોરબંદર તાલુકા કક્ષાનો
પોરબંદર તાલુકા કક્ષાના કલા ઉત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર તાલુકા કક્ષાના કલા ઉત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર તાલુકા કક્ષાના કલા ઉત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર તાલુકા કક્ષાના કલા ઉત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.)જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર તથા રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર પ્રેરિત તેમજ બી.આર.સી. ભવન પોરબંદર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી પોરબંદર સંયુક્ત આશ્રય હેઠળ “ગરવી ગુજરાત” થીમ આધારિત પોરબંદર તાલુકા કક્ષાનો કલા ઉત્સવ 2025 નો ભવ્ય કાર્યક્રમ ડિવાઇન પબ્લિક સ્કૂલ, બોખીરા, પોરબંદર ખાતે યોજાયો હતો. પોરબંદર તાલુકાના કુલ 76 બાળ કલાકારોએ ચિત્ર સ્પર્ધા, બાળ કવિ, સંગીત ગાયન અને સંગીત વાદન જેવી ચાર સ્પર્ધાઓમાં ઉત્સાહભરી ભાગીદારી નોંધાવી હતી.

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. દરેક સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે કાર્યરત તમામ નિર્ણાયકો તથા બ્લોક પોરબંદરની ટીમોને પણ શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનો તથા વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. કલા ઉત્સવમાં તમામ બાળ કલાકારોને શિલ્ડ પોરબંદર તાલુકા શિક્ષક સહકારી મંડળી દ્વારા પ્રદાન કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. કો. અશોકભાઈ બથવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આર.જે. મિલનભાઈએ વિદ્યાર્થીઓને મનોરંજન સાથે કલા સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમનું આયોજન સુગમ બને તે માટે પોરબંદર તાલુકા શિક્ષણ ટીમ દ્વારા ડિવાઇન પબ્લિક સ્કૂલ ફાળવવા બદલ સી.આર.સી. હરેશભાઈ અને આચાર્ય દિપેનભાઈ ઓડેદરાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પોરબંદર તાલુકાના લાયઝન ડો. રામચંદ્ર મહેતા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજાભાઈ કોડિયાતર, બી.આર.સી. કો. ઓર્ડિનેટર પરેશકુમાર ડી. પુરુષવાણી તથા સી.આર.સી. અને બ્લોક ટીમ પોરબંદર દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી વી. કે. પરમાર, કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.સી. કાનમિયા, રેડિયો જોકી મિલનભાઈ પાણખાણિયા, તાલુકા લાયઝન ડો. રામચંદ્ર મહેતા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજાભાઈ કોડિયાતર, બી.આર.સી. કો. ઓર્ડિનેટર પરેશકુમાર પુરુષવાણી, કેળવણી નિરીક્ષક વત્સલભાઈ અને મુળુભાઈ, ચમ મેમોરિયલ સ્કૂલના ડિરેક્ટર કમલભાઈ પાઉં અને હિરેનભાઈ પાઉં, સુનયનાબેન ડોગરા, હિનાબેન મેઘનાથી, હેતલબેન લાખાણી તથા કમલાબાગ પોલીસ સ્ટેશનની મહિલા કાઉન્સિલર હેતલબેન પંડ્યા, 181 મહિલા ટીમ કાઉન્સિલર નિરૂપાબેન બાબરીયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ કિરણબેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ બાળકોને પ્રોત્સાહિત કરી તેમના સર્જનાત્મક પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande