પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન: અમરેલીમાં “અમૃત ખેડૂત બજાર”નું સફળ આયોજન
અમરેલી,3 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા “અમૃત ખેડૂત બજાર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી ખેડૂતોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનો હતો, જેથી મધ્યસ્થીઓ વગર યોગ્ય
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન: અમરેલીમાં “અમૃત ખેડૂત બજાર”નું સફળ આયોજન


અમરેલી,3 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા “અમૃત ખેડૂત બજાર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી ખેડૂતોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનો હતો, જેથી મધ્યસ્થીઓ વગર યોગ્ય ભાવ મળે અને ગ્રાહકોને શુદ્ધ તથા રાસાયણમુક્ત પેદાશો મળી રહે.

અમરેલી જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા આ બજારમાં પ્રાકૃતિક ખેતી કરતા કુલ ૯ ખેડૂતો સહભાગી બન્યા હતા. તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત અનાજ, શાકભાજી, દાળ, ઘઉં, તેલ તથા ગૌ-ઉત્પાદનો સહિતના મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું પ્રદર્શન તેમજ વેચાણ કર્યું હતું. નાગરિકો દ્વારા આ ઉત્પાદનોને ઉત્સાહભેર ખરીદી મળતા ખેડૂતોમાં ઉમંગ જોવા મળ્યો હતો.

આ બજાર દ્વારા નાગરિકોમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા, સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને સ્થાનિક ખેડૂતોને મજબૂત જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાઈ છે. પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો નિયમિત આયોજન કરવાની જાણ કરવામાં આવી છે, જેથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહન મળે અને અમરેલી જિલ્લામાં ખેતીનો વિકાસ વધુ ગતિ પામે।

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande