
પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના સાંજણાવારા નેશ પાસેથી પસાર થતી એક કારમાંથી રાણાવાવ પોલીસે 300 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. રાણાવાવના પીઆઇ તળવીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન એવી હકિકત મળી હતી, સાજણવારા નેશ હાઇવે પરથી નંબર પ્લેટ વગરની એક કાર દેશી દારૂનો જથ્થો લઇ જઇ રહી છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને તે દરમ્યાન શંકાસ્પદ કાર નિકળતા પોલીસે તેમને રોકાવી અને તલાશી લેતા તેમાંથી દેશી દારૂ 300 લીટર કિંમત રૂ.60,000ના મુદામાલ સાથે પોલીસે જામજોધપુરના સતાપર ગામે પુંજા નારણ મોરી નામના શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસે દેશી દારૂ અને કાર સહિત કુલ રૂ. 2,60,600/-ના મુદામાલ કબ્જે કર્યો હતો. આ કેસમા નહિ પકડાયેલા ભાવેશ નારણ મોરી સામે પણ રાણાવાવ પોલીસ સ્ટેશનમા પ્રોહિબીશન હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya