
સુરત, 3 ડિસેમ્બર (હિ.સ.)-ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ મહુવાના વિવિધ
ગામોમાં રૂ.1.99 કરોડના ખર્ચે તૈયાર થનારા પ્રા.શાળાઓના નવા મકાનના કુલ 10ઓરડાનું
ખાતમૂહર્ત કર્યું હતું. જેમાં મહુવાના મોટી ભટલાવમાં રૂ.39.86 લાખના ખર્ચે 2, માણેકપોરમાં
રૂ.39.86 લાખના ખર્ચે 2, બેડી ફળિયા મઢીમાં રૂ.79.72 લાખના ખર્ચે 4અને નાની
ભટલાવમાં રૂ. 39.86 લાખના ખર્ચે 2એમ કુલ 10નવા ઓરડાઓ વિદ્યાર્થીઓની શિક્ષણ સુવિધા
માટે તૈયાર કરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે