
જૂનાગઢ, 3 ડિસેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હીની તા. 30 નવેમ્બર, 2025ની જાહેરાત અનુસાર 01 જાન્યુઆરી, 2026ની લાયકાત તારીખ સાથેના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 માટેનું સુધારેલ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ મતદાર યાદી સંબંધિત તમામ તબક્કા નીચે મુજબ પૂર્ણ કરવાના રહેશે:
તબક્કો સમયમર્યાદા
નોંધણી (Enumeration) કાર્ય 11 ડિસેમ્બર, 2025 સુધી,
મતદાન મથકનું પુનઃગઠન/વ્યવસ્થાપન 11 ડિસેમ્બર, 2025 સુધી,
નિયંત્રણ કોષ્ટક (Control Table) અપડેશન તથા ડ્રાફ્ટ રોલ તૈયાર કરવું 12 થી 15 ડિસેમ્બર, 2025,
ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન 16 ડિસેમ્બર, 2025 ના રોજ થશે
દાવા અને વાંધા માટેની અવધિ 16 ડિસેમ્બર, 2025 થી 15 જાન્યુઆરી, 2026 સુધી રહેશે
નોટિસ, હિયરીંગ અને વેરિફિકેશન 16 ડિસેમ્બર, 2025 થી 07 ફેબ્રુઆરી, 2026 સુધી
મતદાર યાદીનું હેલ્થ પેરામીટર ચેકિંગ અને અંતિમ મંજૂરી 10 ફેબ્રુઆરી, 2026 સુધી
અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 14 ફેબ્રુઆરી, 2026 (શનિવાર) રોજ થશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ