
જૂનાગઢ, 3 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત 02/12/2025 ની સ્થિતિએ 87.07 ટકા ડિજિટાઇઝેશન કાર્ય પૂર્ણ થયું છે. કુલ 13,00,344 મતદારોમાંથી 11,32,259 મતદારોના ફોર્મ ડિજિટાઇઝ થઈ ચૂક્યા છે.
જિલ્લામાં કુલ 1,36,885 મતદારો “અનકલેક્ટેબલ” કેટેગરીમાં છે, જેમાંથી:
મૃત્યુ પામેલા : 50,785
ગેરહાજર : 16,058
કાયમી સ્થળાંતર કરેલા : 64,099
પહેલેથી નોંધાયેલા : 5,583
અન્ય કારણોસર : 360
હજુ પણ 31,038 મતદારો (2.39%) એવા છે જેમણે પોતાના ગણતરી ફોર્મ જમા કરાવ્યા નથી.
જિલ્લા ચૂંટણી અધિકારી ની કચેરી દ્વારા મતદારોને અપીલ કરવામાં આવે છે કે તમામ મતદારો તા. 11 ડિસેમ્બર, 2025 સુધીમાં પોતાના ગણતરી ફોર્મ (Enumeration Form) સંબંધિત બી.એલ.ઓ.ને જમા કરાવે. ફોર્મ ન જમા થવા પર નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી થઈ શકે છે. તેમજ, જે નાગરિકોની ઉંમર 18 વર્ષ થી વધુ છે, તેઓ ફોર્મ નં. 6 ભરી પોતાના મતદાન મથકના બી.એલ.ઓ.ને જમા કરીને નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ