જે કોમ પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે, તે હંમેશા જીવંત રહે છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
વડોદરા/ગાંધીનગર, 3 ડિસેમ્બર (હિ.સ.) : સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લામાં તેના અંતિમ ચરણમાં પહોંચે તે પૂર્વે પ્રગતિશીલ ગામ મોટા ફોફળીયા ખાતે યોજાયેલી સરદાર ગાથામાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, જે કોમો પોતાના પૂર્વજો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા


સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા


વડોદરા/ગાંધીનગર, 3 ડિસેમ્બર (હિ.સ.) : સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લામાં તેના અંતિમ ચરણમાં પહોંચે તે પૂર્વે પ્રગતિશીલ ગામ મોટા ફોફળીયા ખાતે યોજાયેલી સરદાર ગાથામાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, જે કોમો પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે, તે હંમેશા જીવંત રહે છે.

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અનેક મહત્ત્વના પાસાઓ પર પ્રકાશ પાડતા, ખાસ કરીને 'બારડોલીના સરદાર' તરીકેની તેમની ભૂમિકા પર વિશેષ ચર્ચા રજૂ કરી હતી. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે અહીં બેઠેલા મોટા ભાગના લોકો મૂળ રીતે ખેડૂતો છે, અને તેમના પૂર્વજો પણ ખેડૂત રહ્યા છે.

તેમણે બારડોલી સત્યાગ્રહની પૃષ્ઠભૂમિ સમજાવતા કહ્યું કે, વર્ષ 1928માં અંગ્રેજોનું શાસન હતું, અને ખેડૂતોની હાલત અત્યંત દયનીય હતી. તે સમયે અંગ્રેજોએ ખેતી માટે નહેરો, વીજળી કે રસ્તાની કોઈ વ્યવસ્થા કરી નહોતી, અને વરસાદ ન થવાને કારણે પાક પણ થતો નહોતો. આવી સ્થિતિમાં અંગ્રેજ સરકારે ખેડૂતો પરનો ભૂમિકર સીધો 3-4 કા થી વધારીને ૨૨ ટકા કરી દીધો હતો, અને કેટલાક ખેડૂતોની જમીન પર તો આ ટેક્સ 60 ટકા સુધી લાદવામાં આવ્યો હતો. જ્યારે ખેડૂતો આ ટેક્સ ચૂકવી શક્યા નહીં, ત્યારે અંગ્રેજોએ તેમના મવેશિયો અને જમીન પણ છીનવી લીધા હતા.

આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, આ મુશ્કેલીના સમયે વલ્લભભાઈ પટેલે આગળ આવીને નેતૃત્વ લીધું હતું. તે સમયે તેઓ એક સફળ વકીલ હતા અને આરામદાયક જીવન જીવી શકતા હતા, પરંતુ તેમણે દેશ સેવા માટે પોતાની વકીલાત છોડી દીધી હતી. તેઓ ખેડૂતો માટે બારડોલીના ગામડે ગામડે ફર્યા હતા. જ્યાં તેમણે દરેક ખેડૂત ભાઈઓ અને બહેનોને એકઠા કર્યા હતા. તેમનો આત્મવિશ્વાસ જાગૃત કર્યો અને તેમને એકતાના સૂત્રમાં બાંધવાનું કામ કર્યું હતું. તેમણે લોકોને સમજાવ્યું કે જો આપણે સંગઠન શક્તિનો પરિચય આપીશું અને બહાદુરી બતાવીશું, તો આપણે આ મોટી તાકાતને પણ ઝુકાવી શકીશું.

સરદાર પટેલની સંગઠન શક્તિના પરિણામે ખેડૂત વર્ગ, અને ખાસ કરીને બહેનો, સત્યાગ્રહમાં મક્કમ રહ્યા હતા. અંગ્રેજોએ ખૂબ ડરાવ્યા અને ધમકાવ્યા, પરંતુ ખેડૂતો ટસથી મસ ન થયા હતા. આ આંદોલનની સફળતા જોઈને બારડોલીની બહેનોએ વલ્લભભાઈને 'સરદાર'નો ખિતાબ આપ્યો હતો અને તેઓ ત્યારથી 'સરદાર' વલ્લભભાઈ પટેલના નામથી જાણીતા થયા હતા. આ વિજયના પરિણામે અંગ્રેજ સરકારને ઝૂકવું પડ્યું હતું. 22 ટકા તથા 60 ટકા કરવામાં આવેલો કર ઘટાડીને માત્ર 6.3 ટકા કરવો પડ્યો હતો. આ સફળતા માત્ર ખેડૂતોનો વિજય નહોતો, પરંતુ તેણે આખા દેશમાં મંદ પડી ગયેલા અંગ્રેજો વિરોધી આંદોલનમાં નવો જોશ અને શક્તિ ઊભી કરી હતી.

રાજ્યપાલએ આઝાદી પછીના સરદારના યોગદાનને યાદ કરતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ શાંતિપ્રિય વ્યક્તિત્વ ધરાવતા હતા અને ઈશ્વરે તેમને સંગઠન શક્તિના દેવતા તરીકે ધરતી પર મોકલ્યા હતા. જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે તે 562 રજવાડાઓમાં વહેંચાયેલું હતું. સરદારે પોતાની મજબૂત ઈચ્છા શક્તિ અને વીરતાના પરિચયથી તમામ રાજા-રજવાડાઓને સમજાવ્યા અને રાષ્ટ્રીય એકતાના સૂત્રમાં બાંધ્યા હતા. તેમણે જુનાગઢ અને હૈદરાબાદના શાસકોને પણ યોગ્ય રીતે સમજાવીને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું હતું.

જોકે, આ 562 રજવાડાઓમાંથી જમ્મુ-કાશ્મીરનો ઉકેલ લાંબા સમય સુધી આવ્યો નહીં. રાજ્યપાલએ ગૌરવ સાથે જણાવ્યું કે, ગુજરાતની ધરતીના બીજા લાલ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંથી કલમ 370 હટાવીને સરદારના અખંડ ભારતના મિશનને પૂર્ણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, આજે સરદાર વલ્લભભાઈ પટેલની આત્મા જ્યાં પણ હશે, તે સંતુષ્ટ હશે. અંતે, તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીએ સરદાર પટેલને જે સન્માનના હકદાર હતા તે આપ્યું છે. આજે કેવડિયા ખાતે તેમની 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતાના પ્રતીક તરીકે ઊભી છે, જે દેશના ખૂણે ખૂણેથી આવતા લોકોને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે પ્રેરણા આપે છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે ગુજરાતની આ પવિત્ર ધરતીએ જે મહાપુરુષને જન્મ આપ્યો, જેમણે પોતાનું સમગ્ર જીવન ‘રાષ્ટ્રાય સ્વાહા’ કરીને જીવ્યું, એવા મહાપુરુષની 150મી જન્મજયંતિના પદયાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું એ ગૌરવની વાત છે.

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, 'સરદાર @ 150' અત્યાર સુધીમાં 115 કિલોમીટર પૂર્ણ થઈ ચૂકી છે. આ યાત્રાના પ્રારંભથી જ અનેક લોકો જોડાયા છે. જેમાં અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ, કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અનેક આગેવાનોએ ભાગ લીધો છે. મંત્રીએ ગુજરાત સરકાર વતી આ બધા લોકોનો આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા. આ યાત્રા આવનારી પેઢી માટે ખૂબ મોટો સંદેશો છે. મંત્રીશ્રીને અનેક યુવા મિત્રો સાથે વાતચીત કરવાનો પણ અવસર મળ્યો હતો, અને તેમણે આ યુવા મિત્રોનું સહ દિલથી સ્વાગત કર્યું હતું.

આ વેળાએ રાજ્ય મંત્રી પી. સી. બરંડા, પૂર્વ મંત્રી વલ્લભભાઈ કથિરીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બ્રીજેશભાઈ મેરજા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, કલેકટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande