
ગીર સોમનાથ, 3 ડિસેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી ઉના વિભાગ એ સમન્સ /વોરંટના અરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સખત સુચના કરેલ હોય. આ સુચના અનુસંધાને પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન અનુસાર ઇત્યા પોલીસ ઇન્સ. એચ.એલ.જેબલીયાની સુચના મુજબ કેશોદ ફેમીલી કોર્ટના ફો.૫.એ.નં.337/2025 ના કામે છેલ્લા દોઢેક માસથી ભરણ પોષણ સજા વોરંટના કામે નાસતો - ફરતો આરોપી નવાઝભાઇ અબ્દુલભાઇ ચડીયાતા રહે. તુરકવાડા નવાબંદર તા.ઉના જી.ગીર સોમનાથ વાળાને ભરણ પોષણની અરજીના કામે સજા વોરંટના કામે નાસતો ફરતો હોય, જે અંગેની પોલીસ સબ ઇન્સ. એ રાઠોડ તથા પો.હેડ કોન્સ જીતેશકુમાર અરજણભાઇ દમણીયા તથા કનુભાઈ ભાયાભાઈ બાંભણીયા સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે, સદરહુ સજા વોરંટનો આરોપી હાલ જાફરાબાદ ખાતે રહેતો હોય જેથી જાફરાબાદ ખાતે જઈ તપાસ કરતા ઇસમ જાફરાબાદના દંગામાં મચ્છીની મજુરી કામ કરતો હતો. જેથી જાફરાબાદ ખાતેથી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ