સુરત જિલ્લાની 16 વિધાનસભાના 45 BLOsને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
સુરત, 3 ડિસેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લામાં SIR અન્વયે મતદાર યાદી સુધારણા, ડિજિટાઇઝેશન સહિતની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બૂથ લેવલ ઓફિસરોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સન્માનિત કરીને એક નવતર અને પ્રોત્સાહક પહેલ કર
BLOsને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા


સુરત, 3 ડિસેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લામાં SIR અન્વયે મતદાર યાદી સુધારણા, ડિજિટાઇઝેશન

સહિતની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બૂથ લેવલ ઓફિસરોને જિલ્લા ચૂંટણી

અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સન્માનિત કરીને એક નવતર અને પ્રોત્સાહક

પહેલ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાની ગુણવત્તા વધારવા માટે કરાયેલો આ સન્માનનો

ઉપક્રમ BLOs માટે

પ્રોત્સાહનરૂપ સાબિત થયો છે.

જિલ્લા સેવા સદનના સભાગૃહમાં આયોજિત સન્માન કાર્યક્રમમાં કલેક્ટરએ

સન્માનિત BLOsની

કામગીરીની વિગતો, તેમના ફિલ્ડવર્કના અનુભવો જાણ્યા હતા, BLOs દ્વારા એકત્રિત તેમજ વિતરણ કરાયેલા ફોર્મોની

સંખ્યા, ડિજિટાઇઝેશનનું

પ્રમાણ, દૈનિક

કામગીરીમાં સાતત્ય અને ટકાવારી જેવી વિગતો મેળવીને કલેક્ટરશ્રીએ ટીમના પ્રયત્નોની

પ્રશંસા કરી હતી.

જિલ્લાની 16 વિધાનસભામાંથી કુલ 45 BLOsને આ સન્માન પ્રાપ્ત થયું હતું. જેમાં 169-બારડોલી વિધાનસભાના વાસંતિબેન પટેલ, સોનલબેન પટેલ, પ્રતિક્ષાબેન કપલેઠીયા, અરવિંદભાઈ ગામીત તેમજ 160-સુરત ઉત્તર

વિધાનસભાના મહાવીરસિંહ પુવાર સહિતના BLOsનો સમાવેશ થાય છે. આ અધિકારીઓએ પોતાના મતદાન મથક ક્ષેત્રમાં

ટાર્ગેટ મુજબ દરરોજ 100 મતદારોનું ડિજિટાઇઝેશન પૂર્ણ કરીને ઉચ્ચ કાર્યક્ષમતા દાખવી

હતી.

ચૂંટણી વિભાગ અનુસાર, BLOsની સમયસર કામગીરીના કારણે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં

ઝડપ અને પારદર્શિતા બંનેમાં વધારો નોંધાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ BLOsના ટીમવર્ક, ફિલ્ડવર્ક અને

લોકશાહીને મજબૂત બનાવતી SIR પ્રક્રિયામાં યોગદાન અને મતદાર સેવાઓને ‘મોડેલ પ્રેક્ટિસ’

ગણાવીને બિરદાવ્યાં હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલા આ સન્માનથી સુરત જિલ્લાના ચૂંટણી

સ્ટાફમાં નવી ઊર્જા અને જવાબદારીનો ભાવ પ્રગટ થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande