સુરતમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં: બંને આરોપીઓને આજીવન જેલ
સુરત, 3 ડિસેમ્બર (હિ.સ.) સુરતના કાપોદ્રા વિસ્તારમાં 12 વર્ષીય સગીરાની ઉપર પાલક પિતા અને તેના 62 વર્ષીય મિત્રે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના કેસમાં અદાલતે કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે પાલક પિતાને મૃત્યુ સુધી જેલ અને તેના મિત્રને આજીવન કેદની સજા ફટ
Rape


સુરત, 3 ડિસેમ્બર (હિ.સ.) સુરતના કાપોદ્રા વિસ્તારમાં 12 વર્ષીય સગીરાની ઉપર પાલક પિતા અને તેના 62 વર્ષીય મિત્રે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના કેસમાં અદાલતે કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે પાલક પિતાને મૃત્યુ સુધી જેલ અને તેના મિત્રને આજીવન કેદની સજા ફટકારી છે.

શોષણના કારણે સગીરા ગર્ભવતી બની હતી અને બાદમાં જન્મેલા નવજાત બાળકનું થોડા દિવસોમાં મોત થયું હતું. ડીએનએ રિપોર્ટ, તબીબી પુરાવા અને સગીરાની જુબાનીને આધારે અદાલતે બંનેને દોષિત ઠરાવ્યા.

પીડિતાની માતા અગાઉથી બાળકો સાથે અલગ રહેતી હતી અને ત્યારબાદ આરોપી સાથે લગ્ન વગર રહેવા લાગી હતી. બાદમાં સંબંધ તૂટયા પછી પણ પાલક પિતાએ સગીરાને ડરાવીને અત્યાચાર કર્યા હોવાનું બહાર આવ્યું.

કોર્ટેએ પોક્સોની કડક જોગવાઈઓ હેઠળ મહત્તમ સજા આપીને કડક સંદેશો પાઠવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande