
પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના પ્રવશે દ્રારે આવેલા કર્લી જળશાયમા ગાંડી વેલનુ સામ્રાજય જોવા મળી રહ્યુ છે જેના કારણે પાણી રહેતા જળચરને પણ નુકશાન થવાની સાથે ભૂગર્ભ જળને પણ નુકશાન થતુ હોવાથી પર્યાવરણ પ્રેમીઓને ગાંડી વેલ દુર કરવાની માંગ કરી છે. તેમ છતા કોઈ કામગીરી નહિં થતા હોવાના આક્ષેપો કરવામા આવી રહ્યા છે આ જવાબદારી ક્ષાર અંકુશ વિભાગની હોવાની જાણવા મળી રહ્યુ છે.
આ મુદે ક્ષાર અંકુશ વિભાગના અધિકારીએ એવુ જણાવ્યુ હતુ કે આ ગાંડી વેલ દુર કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે આ માટે ગાંધીનગરથી ખાસ મંજુરી માંગમા આવી છે. તેમજ કર્લી જળશાયશમા કેમિકલ્સવાળુ તેમજ અન્ય કોઈ દુષિત પાણી ભળતુ હોવાના કારણે ગાંડી વેલ આગળ વધી રહી છે. આ માટે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આ પાણીનુ સેમ્પલ લેવા જણાવામા આવ્યુ છે. પોરબંદર શહેરના પ્રવેશ દ્રારે કર્લી જળાશય આવેલુ છે જે શહેરની શોભામા વધારો કરી રહ્યુ છે, પરંતુ ગાંડીવેલના કારણે કર્લી જળાશયની સુંદરતાને પણ ઝાંખપ લાગી રહી છે તો બીજી તરફ છાયા અને કમલાબાગ સહિતના વિસ્તારોમાં કર્લી જળાશયના કારણે બોરના પાણી પીવા લાયક છે પરંતુ ગાંડી વેલાના કારણે ભૂર્ગભ જળને પણ નુકશાન થઈ રહ્યુ છે આથી વહેલી તકે ગાંડી વેલ દુર કરવાની માંગણી પર્યાવરણ પ્રેમીઓ દ્રારા કરવામા આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya