ફટાણા ગામે વેપારીને ધાક ધમકી આપી હપ્તાની માગણી કરી
પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના ફટાણા ગામે માથાભારે શખ્સે વેપારીને શાંતિથી દુકાન ચલાવા માટે વેપારીને ધાકધમકી આપી અને હપ્તાની માંગણી કરી હતી. ફટાણા ગામે રહેતા વેપાર કરતા રાજુભાઈ બુધભાઇ બથવારની દુકાને મહેર રામા બથવાર નામનો શખ્સ ધસી ગયો હતો અન
ફટાણા ગામે વેપારીને ધાક ધમકી આપી હપ્તાની માગણી કરી


પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના ફટાણા ગામે માથાભારે શખ્સે વેપારીને શાંતિથી દુકાન ચલાવા માટે વેપારીને ધાકધમકી આપી અને હપ્તાની માંગણી કરી હતી. ફટાણા ગામે રહેતા વેપાર કરતા રાજુભાઈ બુધભાઇ બથવારની દુકાને મહેર રામા બથવાર નામનો શખ્સ ધસી ગયો હતો અને ખરાબ ગાળો આપી રૂ.100 પડાવી લીધા હતા અને શાંતિથી દુકાન ચલાવી હોય તો રૂ.100ના હપ્તાની માંગણી કરી હતી જો રકમ નહિં આપે તો જાતે શરીરે ઈજા પહોચાડી દવાખાનામા દાખલ ખોટા કેસમા ફસાવી દેવાની ધમકી આપી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande