સોલા હાઈકોર્ટ વિસ્તારની ચોરીનો ભેદ ખુલી ગયો: LCB મહેસાણાની કામગીરીથી ચોર ઝડપાયો
મહેસાણા,3 ડિસેમ્બર (હિ.સ.) શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓને ધ્યાને લેતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મહેસાણા સક્રિય બની છે. આ અંતર્ગત સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર એક ઇસમને ઝડપી પાડવામાં LCBને સફળતા મળી છે. ચોર પાસેથી ચો
સોલા હાઈકોર્ટ વિસ્તારની ચોરીનો ભેદ ખુલી ગયો: LCB મહેસાણાની કામગીરીથી ચોર ઝડપાયો


મહેસાણા,3 ડિસેમ્બર (હિ.સ.) શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓને ધ્યાને લેતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મહેસાણા સક્રિય બની છે. આ અંતર્ગત સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર એક ઇસમને ઝડપી પાડવામાં LCBને સફળતા મળી છે. ચોર પાસેથી ચોરાયેલ મોટરસાયકલ સહિત અન્ય પુરાવા પણજપ્ત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આરોપી વિવિધ વિસ્તારોમાં નજર રાખીને અવસર મળે ત્યાંથી મોટરસાયકલ ચોરી કરતો હતો. ઘટનાની માહિતી મળતા જ LCB ટીમે ગુપ્ત માહિતીના આધારે ખાસ મોનિટરિંગ શરૂ કર્યું હતું. ચોક્કસ સૂચના આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન ચોરાયેલ મોટરસાયકલ મળી આવી હતી અને તેનાથી વધુ ચોરીઓના ભેદ ખુલે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

LCBની આ સફળ કામગીરીથી પોલીસ તંત્રમાં ઉત્સાહ ચરમસીમાએ છે તથા નાગરિકોમાં સુરક્ષા અંગે વિશ્વાસ વધુ મજબૂત થયો છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તપાસને વધુ વેગ આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande