પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ
પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જીલ્લાના કોઈપણ સરકારી વિભાગના લોકોના હિત માટેના જાહેર કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસની જરૂર હોય તો મદદરૂપ થવુ અને કાર્યક્રમમાં જોડાઈ સહભાગી બનવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ટ્રાફિક શાખાને સુચના આપેલ છે.
ટ્રાફિક પોલીસ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ.


ટ્રાફિક પોલીસ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ.


ટ્રાફિક પોલીસ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ.


ટ્રાફિક પોલીસ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ.


પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જીલ્લાના કોઈપણ સરકારી વિભાગના લોકોના હિત માટેના જાહેર કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસની જરૂર હોય તો મદદરૂપ થવુ અને કાર્યક્રમમાં જોડાઈ સહભાગી બનવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ટ્રાફિક શાખાને સુચના આપેલ છે. તે અન્વયે વિશ્વ એઈડ્સ દિવસ અંતર્ગત એચ.આઈ.વી/એઇડ્સ અંગે જાગૃતિ આવે તે માટે ટ્રાફિક શાખાની ઓફિસે માહિતી વર્ધક કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ. જે અંતર્ગત ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનોને પોરબંદર આરોગ્ય વિભાગની ટીમના સભ્યો હિરેનભાઈ જોષી, વિમલભાઈ, અલ્કાબેન, વર્ષાબેન, રાવલભાઈ, અસ્મિતાબેન, દર્શિતભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જેમાં એચ.આઈ.વી/એઇડ્સ, જાતીય રોગ, ટી.બી. જેવા રોગ થવાના કારણો, ટેસ્ટીંગ તથા સારવાર વિશે માહિતી આપવામાં આવેલ હતી. લોકો સુધી આ માહિતી પહોચાડી જાગૃત કરવા માટે આરોગ્ય ટીમ દ્વારા ટ્રાફિક પોલીસને અનુરોધ કરવામાં આવેલ હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેકટર.એમ.એલ.આહિરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ કે.બી.ચૌહાણ તથા આરોગ્ય વિભાગની ટીમે જહેમત ઉઠાવેલ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande