સિદ્ધપુર સરસ્વતી રિવરફ્રન્ટ ફેઝ-2ને રુપિયા 19 કરોડની મંજૂરી
પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારે તીર્થધામ સિદ્ધપુરમાં સરસ્વતી નદી રિવરફ્રન્ટના બીજા તબક્કા (ફેઝ-2) માટે રુ.19 કરોડની મંજૂરી આપી છે. આ પગલાથી નદીના સર્વાંગી વિકાસને ગતિ મળશે અને ધાર્મિક નગરી સિદ્ધપુરને પર્યટનના નવા કેન્દ્ર તરીકે વિકસાવવામાં
સિદ્ધપુર સરસ્વતી રિવરફ્રન્ટ ફેઝ-2ને ₹19 કરોડની મંજૂરી


સિદ્ધપુર સરસ્વતી રિવરફ્રન્ટ ફેઝ-2ને ₹19 કરોડની મંજૂરી


પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારે તીર્થધામ સિદ્ધપુરમાં સરસ્વતી નદી રિવરફ્રન્ટના બીજા તબક્કા (ફેઝ-2) માટે રુ.19 કરોડની મંજૂરી આપી છે. આ પગલાથી નદીના સર્વાંગી વિકાસને ગતિ મળશે અને ધાર્મિક નગરી સિદ્ધપુરને પર્યટનના નવા કેન્દ્ર તરીકે વિકસાવવામાં મદદ મળશે.

આ પહેલા ફેઝ-1ના કામો ધોળકિયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના સહકારથી આશરે રુ.20 કરોડના ખર્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયા હતા. પાયલોટ પ્રોજેક્ટ તરીકે 1 કિમી લંબાઈ અને 0.50 કિમી પહોળાઈ વિસ્તારમાં જળસંચય અને બ્યુટીફિકેશનના કામો કરવામાં આવ્યા હતા.

ફેઝ-2ની મંજૂરીથી સિદ્ધપુર ખાતે માતૃતીર્થ આવતા શ્રદ્ધાળુઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને શહેરને આધુનિકતા, સૌંદર્ય તથા પર્યટનના ક્ષેત્રે નવી ઓળખ મળશે. આ નિર્ણય બદલ સ્થાનિક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande