જામનગર જિલ્લાના ગોદાવરી ગામમાં ગ્રામજનોના સહયોગથી SIRની 97% કામગીરી પૂર્ણ કરનાર મહિલા બીએલઓનું સન્માન કરાયું
જામનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અન્વયે જામનગર જિલ્લામાં બીએલઓની નિમણુક કરવામાં આવી છે. તેઓ લોકોના ઘરે ઘરે જઈ ગણતરી ફોર્મનું વિતરણ કરી ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા છે. બી
સન્માન


જામનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અન્વયે જામનગર જિલ્લામાં બીએલઓની નિમણુક કરવામાં આવી છે. તેઓ લોકોના ઘરે ઘરે જઈ ગણતરી ફોર્મનું વિતરણ કરી ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા છે. બીએલઓને મદદ માટે સહાયકની પણ નિમણુક કરવામાં આવી છે.

પરંતુ જામનગર જિલ્લાના ૮૦-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારના ૧૦૦-ગોદાવરી ભાગના બીએલઓશ્રી નિર્મળાબેન મહેતાએ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સહાયકની મદદ વગર પોતાને સોંપવામાં આવેલ કામગીરી ૯૭% પૂર્ણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠકકરે પ્રમાણપત્ર આપી તેમની કામગીરી બિરદાવી હતી.

નિર્મળાબેન મહેતા જણાવે છે કે, મારા બુથમાં કુલ ૧૨૬૭ મતદારો હતા જે પૈકી મેં તમામ ફોર્મ ઓનલાઈન કરી દીધા છે. અમને એસઆઇઆરની કામગીરી કરવા માટે સહાયક પણ આપવામાં આવ્યા છે. પરંતુ મેં બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી સહાયકની સહાય લીધા વગર મારી કામગીરી પૂર્ણ કરી છે. આ કરવા પાછળનો હેતુ બાળકોનો શિક્ષણ ન બગડે તે હતો.

ઉપરાંત હું જે જગ્યાએ નોકરી કરું છું ત્યાં ૨૦ વર્ષ થયા છે માટે ગામના તમામ લોકો ઓળખતા હોવાથી તેમનો પણ એસઆઇઆરની કામગીરીમાં ઘણો સપોર્ટ રહ્યો હતો. રાત્રે ૧૨:૦૦ વાગ્યે પણ મતદારોએ ફોનનો જવાબ આપી એસઆઈઆરની કામગીરીમાં સહયોગ કર્યો હતો જેના પરિણામે મેં ૩૦૦ જેટલી પરણિત સ્ત્રીઓનું મેપિંગ કર્યું છે.

આ કામગીરીમાં લાલપુર મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર તેમજ વહીવટી તંત્રનો પૂરતો સહયોગ મળ્યો હતો અને જરૂર જણાયે તેઓએ પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande