




-કંપનીમાં લાગેલી આગ માત્ર દુર્ઘટના કે બેદરકારીનું પરિણામ
-આગ લાગ્યાના અડધો કલાક સુધી ફાયર ફાઇટરનું ન આવવું એ વિલંબ નથી તંત્રની નિષ્ફળતા લાપરવાહી છે
-કંપનીમાં આગ લાગતા વાતાવરણમાં ધુમાડાનું પ્રદૂષણ ફેલાયું હતું
ભરૂચ 4 ડિસેમ્બર (હિ.સ.)
બોરસરા ગૃપ ગ્રામ પંચાયત હેઠળ આવતી જેબી ઇકો ટેક્ષ કંપનીમાં લાગેલી ભીષણ આગની ઘટના બની હતી.કંપનીમાં આગ લાગ્યા બાદ કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા ખૂબ દૂર સુધી વાતાવરણને પ્રદૂષિત કરી નાખ્યું હતું. કંપનીની બેદરકારી અને વહીવટી તંત્રની કથિત મિલીભગતનો ગેરકાયદેસર વેપલો સળગી ઉઠ્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું. સ્થાનિકોના મતે આગ લાગ્યાના અડધો કલાક સુધી ફાયર ફાઇટરનું ન આવવું એ માત્ર વિલંબ નથી પરંતુ સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા અને લાપરવાહીનું જીવતું જાગતું પ્રમાણ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
અંકલેશ્વર જીપીસીબી અને સંલગ્ન અધિકારીઓની તપાસ ના નામે મીંડુ .આટલો મોટો પ્લાન્ટ લાંબા સમયથી ચાલી રહ્યો હોવા છતાં, કંપનીએ પર્યાવરણ અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્પષ્ટ આ આગ લાગવાના બનાવથી ફલિત થઈ રહ્યું છે. બાંધકામ પરમિશનનો ભ્રષ્ટાચાર નગર નિયોજન વિભાગ (TP) અને સ્થાનિક પંચાયતની મંજૂરી કરતાં કંપનીનું બાંધકામ કેટલું મોટું છે એની પણ તપાસ થવી જોઈએ.
બીજો સવાલ એ ઉઠી રહ્યો છે ઝેરી રસાયણનું વેસ્ટ પ્રવાહીનો યોગ્ય નિકાલ નહી કરાતો હોવાની ખેડૂતોની બૂમ ઉઠી રહી છે.જીપીસીબીના કડક નિયમો હોવા છતાં, કંપનીનું ઝેરી રસાયણ વેસ્ટ પ્રવાહી ક્યાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે જો કંપની પાસે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જની મંજૂરી હોય તો શું જીપીસીબીના અધિકારીઓએ ક્યારેય રાત્રિના સમયે કે અચાનક સ્થળ પર જઈને ગેરકાયદેસર યોગ્ય ડિસ્ચાર્જ ચેક કર્યું છે તેવા થઈ રહ્યા છે સ્થાનિકોના આક્ષેપો. આ પ્રદૂષિત પાણી સ્થાનિક ખેતી અને પીવાના પાણીને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું હોવાની સ્થાનિકોમાં ઉગ્ર ફરિયાદ છે.
જીપીસીબીનું મોનિટરિંગ માત્ર દેખાડો હોય તેવો ગણગણાટ . જીપીસીબીના અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસીને કેમેરાના ફૂટેજ ચેક કરવા પૂરતી જ કામગીરી કરે છે તેવું માનવામાં આવે છે.કંપનીમાં ગમે ત્યારે આગ લાગી શકે તેવી સુરક્ષાની ચૂક હતી તો શા માટે જીપીસીબીના ઓડિટ રિપોર્ટ્સમાં ક્યારેય દર્શાવવામાં આવ્યું નહીં તેવો વેધક સવાલ પણ છે. સ્પષ્ટ છે કે કાં તો મોનિટરિંગ થયું નથી, અથવા રિપોર્ટમાં 'બધું બરાબર' લખાવવા માટે કંઈક કાળુધોળુંની આશંકાઓ છે.
આ આગ માત્ર ભૌતિક નુકસાન નથી, તે લોકોના જીવન સાથે ચેડાં છે. વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી નીચેના પગલાં લે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યાં છે.બાંધકામ અને પર્યાવરણના નિયમોના ભંગ માટે કંપનીની ગેરકાયદેસર પ્રવૃતિ સામે તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સંપૂર્ણ તપાસ સમગ્ર મામલાની રાજ્ય સરકારના વિજિલન્સ વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી આ પ્રવૃતિનો અંત શક્ય નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ