એએમએ દ્રારા સોશીયલ મીડિયા ઈન્ફલુઅન્સ ઓન યુથ,રોલ ઓફ પેરેન્ટિંગ વિષય પર વાર્તાલાપનું આયોજન
અમદાવાદ, 4 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા રવિવાર, 7 ડિસેમ્બરના રોજ સવારે એએમએ ખાતે સોશીયલ મીડિયા ઈન્ફલુઅન્સ ઓન યુથ: રોલ ઓફ પેરેન્ટિંગ વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. અજય તોમર, સભ્ય, એએમએ એક્ઝ
Ahmedabad Management Association


અમદાવાદ, 4 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા રવિવાર, 7 ડિસેમ્બરના રોજ સવારે એએમએ ખાતે સોશીયલ મીડિયા ઈન્ફલુઅન્સ ઓન યુથ: રોલ ઓફ પેરેન્ટિંગ વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે.

અજય તોમર, સભ્ય, એએમએ એક્ઝિક્યુટિવ કમિટી; જોઈન્ટ પ્રેસિડેન્ટ અને ગ્રુપ હેડ– કેડર એક્સલન્સ અને લીડરશિપ ડેવલપમેન્ટ, અદાણી ગ્રુપ; નિવૃત્ત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ગુજરાત કેડર, આઈપીએસ, ડૉ. અચ્યુત દાણી, સભ્ય, એએમએ પ્રોગ્રામ કમિટી; ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર (પ્રોવોસ્ટ), જે.જી. યુનિવર્સિટી; અને દીપાલી છટવાણી, સભ્ય, એએમએ પબ્લિક રિલેશન્સ કમિટી; મીડિયા એન્ટરપ્રિન્યોર; ફાઉન્ડર, કન્ટેન્ટકોશ અને ડીસીપેપ્સ.

ગુજરાતનું સૌપ્રથમ પેપરાઝી પેજ દ્રારા સોશિયલ મીડિયાના પ્રોડક્ટિવ ઉપયોગ, જવાબદાર ઉપયોગમાં વાલીપણાની મહત્વપૂર્ણ ભૂમિકા અને સ્વસ્થ ડિજિટલ સીમાઓ નક્કી કરીને સોશિયલ મીડિયાના જોખમોને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પ્રવેશ: નિ:શુલ્ક અને બધા માટે ખુલ્લું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande