રાધનપુરમાં શંકરભાઈ ચૌધરીના જન્મદિવસે ગોકુળ નગર પ્રાથમિક શાળામાં ચોપડા વિતરણ
પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : રાધનપુર તાલુકાના બંધવડ ગામે આવેલી ગોકુળ નગર પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વધુ પ્રેરિત કરવ
રાધનપુરમાં શંકરભાઈ ચૌધરીના જન્મદિવસે ગોકુળ નગર પ્રાથમિક શાળામાં  ચોપડા વિતરણ


પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : રાધનપુર તાલુકાના બંધવડ ગામે આવેલી ગોકુળ નગર પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વધુ પ્રેરિત કરવાનો હતો.

કાર્યક્રમનું આયોજન ગામના યુવા મિત્રોએ કર્યું હતું, જેમાં જયેશભાઈ ચૌધરી, ભરતભાઈ ઠાકોર, સચિનભાઈ ચૌધરી અને વિષ્ણુભાઈ ઠાકોર જેવી યુવા આગેવાનોની અગત્યની ભૂમિકા રહી હતી. ગોકુળ નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ચોપડા તથા બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હોવા ઉપરાંત બનાસ ડેરીના ચેરમેન તરીકે પણ જાણીતા છે. તેઓ બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકોના હિત માટે સતત કાર્યરત રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande