
પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના યુવા મહોત્સવ-2025-26માં મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બાસ્પાની રાવળ આરતીબેન ઈશ્વરભાઈએ 'એક પાત્ર અભિનય' સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી કોલેજ અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમ કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ, પાટણ ખાતે આયોજિત થયો હતો.
આરતીબેનના આ સફળ પ્રદર્શન પાછળ ટીમ લીડર ડૉ. પાર્થ પ્રજાપતિના નિષ્ઠાપૂર્વક માર્ગદર્શનનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમની સફળતા બદલ કોલેજ પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ પ્રસંગે કોલેજના મેનેજિંગ ડિરેક્ટર મૌલિકભાઈ ભોજક, રમેશભાઈ ખેર અને પ્રિન્સિપાલ ડૉ. દિનેશભાઈ ડોડીયાએ સાંસ્કૃતિક કમિટીને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ