
- ઈન્ડિગોને મેલ ફ્લાઇટમાં બોમ્બ છે, જે રિમોટ કંટ્રોલ પર છે, હૈદરાબાદ જશે તો બ્લાસ્ટ થશે
અમદાવાદ,4 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ આવતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર ઈરમજન્સી લેન્ડિંગ કરાયું, ઈન્ડિગોને ધમકીભર્યો મેલ મળ્યો જેના પગલે ઈન્ડિગોની ફ્લાઈટ 6E058નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ઈન્ડિગોને ધમકીભર્યો મેલ મળ્યો હતો. ફ્લાઇટમાં બોમ્બ છે, જે રિમોટ કંટ્રોલ પર છે, હૈદરાબાદ જશે તો બ્લાસ્ટ થશે.અમદાવાદ એરપોર્ટ પર ઈરમજન્સીં લેન્ડિંગ થતા આખા એરપોર્ટને એલર્ટ પર રખાયો છે. ત્યારે હાલ આ મામલે સિક્યોરિટી પ્રોટોકોલ મુજબ તપાસ હાથ ધરાઈ છે.
ધમકીભર્યો મેલ મળતા જ ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે લેન્ડ કરાઈ હતી. ફ્લાઇટમાં 180થી વધારે પેસેન્જર અને 6 ક્રૂ મેમ્બર હાજર હતા.
ઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે પોલીસને જાણ થતા પોલીસની ટીમ એરપોર્ટ પહોંચી છે. અત્યારે તમામ મુસાફરોનું બોર્ડિંગ કરાવીને એરપોર્ટમાં લાવવામાં આવ્યા છે. શંકાસ્પદ વ્યક્તિની પણ અટક કરવામાં આવી છે. હાલ ફ્લાઇટનું ચેકિંગ કરીને આગળની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ