વ્હાલી દીકરી યોજનાની રકમ દીકરીના શિક્ષણ પાછળ ખર્ચ કરીશ – લાભાર્થી પ્રિયંકાબહેન સોલંકી
ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) દીકરીઓના જન્મદરને વધારવાના શુભહેતુથી રાજ્ય સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અમલમાં છે. પ્રભાસપાટણના રામમંદિર ખાતે યોજાયેલા મહિલા સ્વરોજગાર મેળામાં લાભાર્થી પ્રિયંકાબહેન સોલંકીને વ્હાલી દીકરી યોજનાનો મંજૂરી હુકમ એનાયત કર
વ્હાલી દીકરી યોજનાની રકમ


ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) દીકરીઓના જન્મદરને વધારવાના શુભહેતુથી રાજ્ય સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અમલમાં છે. પ્રભાસપાટણના રામમંદિર ખાતે યોજાયેલા મહિલા સ્વરોજગાર મેળામાં લાભાર્થી પ્રિયંકાબહેન સોલંકીને વ્હાલી દીકરી યોજનાનો મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રિયંકાબહેન સોલંકીએ જણાવ્યું હતું કે, મને આજે વ્હાલી દીકરી યોજનાનો મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યો છે. તો હું ખૂબ જ ખુશ છું. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના ખૂબ મહત્વની છે.

મારી દીકરી જ્યારે ૧૮ વર્ષની થશે ત્યારે આ યોજના થકી ખર્ચો તેના શિક્ષણ માટે કામ આવશે. એમ કહી તેમણે આ યોજનાનો લાભ આપવા બદલ વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

દીકરીને શિક્ષણ મળે તો તે માત્ર પોતાનું જ નહીં પરંતુ પરિવાર અને સમગ્ર સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. રાજ્ય સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. જેથી દીકરીના અભ્યાસમાં ખર્ચનો ભાર ઓછો થાય અને દીકરીઓ આગળ વધી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande