ઈણાજ ખાતે જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ ફૂડ એન્ડ સેફ્ટી સહિતના સંબંધિત વિભાગોને સેમ્પલ લેવા બાબતે, દર મહિને રેન્
ઈણાજ ખાતે જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા


ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ ફૂડ એન્ડ સેફ્ટી સહિતના સંબંધિત વિભાગોને સેમ્પલ લેવા બાબતે, દર મહિને રેન્ડમ સેમ્પલિંગ, ઓનલાઈન વિતરણ વ્યવસ્થા જાળવવા, યોગ્ય તોલમાપ, કેલિબ્રેશન ચેક કરવા, આકસ્મિક તપાસણી, ગેસ સિલિન્ડરના વજન બાબતે, સરકારે નિયત કરેલા માપદંડ અનુસાર ગ્રાહકોને યોગ્ય સંતોષ મળે તે દિશામાં કામ કરવા અને લોકોને અનાજ ઓછું ન મળે એ ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.

જિલ્લા પૂરવઠા અધિકારી પારસ વાંદાએ તાલાલા, ઉના, ગીરગઢડા તાલુકાની વાજબી ભાવની દુકાનના સ્થળફેર, જાહેરનામું સહિતની બાબતો રજૂ કરી આ બેઠકમાં તાલાલા તાલુકામાં ઉમરેઠી, ધણેજ, જાંબુર ગામની વાજબી ભાવની દુકાનના સ્થળફેર, ગુંદરણ ગામની વાજબી ભાવની દુકાનને ધાવા વાજબી ભાવની દુકાન સાથે બ્રાચ એફ.પી.એસ કરવા, ગીરગઢડા તાલુકાના શાણાવાંકિયા અને ઉના તાલુકાના સીમર, ભીંગરણ અને કોબ ગામની વાજબી ભાવની દુકાનના જાહેરનામા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં, ગીરગઢડા તાલુકાના ઝૂડવડલી ગામની બ્રાચ એફ.પી.એસ. રદ કરી વડવિયાળા સાથે, સનવાવ-૨ ગામની બ્રાચ એફ.પી.એસ રદ કરી સનવાવ દુકાન સાથે, કોડીનાર તાલુકામાં જમનવાડા વાજબી ભાવની દુકાનને નજીકના મોટી ફાફણી તેમજ આલીદર-૨નો પોઈન્ટ રદ કરી આલીદર-૧ સાથે મર્જ કરવા અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અંતર્ગત લાભાર્થીઓનો સમાવેશ કરવા ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્ય ડાહ્યાભાઈ જાલોંધરા, અરશી ચાવડા, ફૂડ ઈન્સ્પેક્ટર એસ.એસ.રાવલ, આર.સી.એચ.ઓ અરૂણ રોય સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande