
ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ માટે આ વર્ષે વિશેષ ગૌરવનો પ્રસંગ સર્જાયો છે. એક જ પરિવારની ચાર દીકરીબાઓએ સરકારશ્રીના વિવિધ વિભાગોમાં પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર નિમણૂક મેળવી સમગ્ર સમાજનું નામ ઉજ્જળ કર્યું છે. શિક્ષણક્ષેત્રથી લઈને શાસકીય કચેરી સુધી, તેમની સફળતાએ સમાજમાં આનંદનું માહોલ સર્જ્યો છે.
પ્રતિષ્ટિત નિમણૂક મેળવનારી દીકરીબાઓ:
મોરી જીજ્ઞાબેન મુળજીભાઈ — ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે નિમણૂક
બારડ વર્ષાબેન પરબતભાઈ — ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક
મોરી રીયાબેન માનસિંહભાઈ — ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક
મોરી ભાર્ગવીબેન દાનસિંહભાઈ — નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી (વર્ગ–3) તરીકે નિમણૂક
આ ચારેય દીકરીબાઓએ પોતાની મહેનત, સંકલ્પશક્તિ અને પરિવાર તથા સમાજના આશીર્વાદથી સરકારી સેવાક્ષેત્રમાં સ્થાન પ્રાપ્ત કરી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા આ ચારેય દીકરીબાઓને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની સફળતાથી સમાજની યુવતીઓમાં શૈક્ષણિક અને કારકીર્દી વિકાસ માટે વધુ ઉત્સાહ વધ્યો છે.
કારડીયા રાજપૂત સમાજએ આશા વ્યકત કરી છે કે, આગલા સમયમાં પણ સમાજની દીકરીઓ આવી જ પ્રભાવશાળી સફળતા મેળવતી રહેશે અને સમાજનું નામ રોશન કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ