
ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય 17 જેટલા હોદ્દેદારોની ચૂંટણી આગામી તારીખ 19/12 /2025 ના જિલ્લા કોર્ટ કમ્પાઉન્ડ ના લાયબેરી હોલ ખાતે આયોજિત હોય જેના ચૂંટણી કમિશનર તરીકે એડવોકેટ કે એચ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે તેમના દ્વારા વિગત આપવામાં આવી છે કે આ ઇલેક્શન ની પ્રક્રિયા માટે તારીખ 04/12/25 થી 06/12/25 સુધી ફોર્મ ઉપાડવા માટે અને ફોર્મ ભરી પરત કરવાની છેલ્લી તારીખ 09/12/25 સુધીમાં પરત કરવાનું રહેશે અને તારીખ 10/12/25 ના રોજ તેમની આખરી યાદી જાહેર કરવામાં આવશે તારીખ 19/12/25ના રોજ સવારે 9:00 વાગ્યાથી મતદાન અને સાંજે તેમનું રીઝલ્ટ આપવાની પ્રક્રિયા મારા દ્વારા કરવામાં આવશે અને મારી સાથે મારી ટીમ આ ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપશે અને આ આ ઇલેક્શન વેરાવળ બાર એસોસિએશનમાં નોંધાયેલા 382 જેટલા એડવોકેટ દ્વારા મતદાન કરવામાં આવશે અને બાર એસોસિએશન વેરાવળ ની માતૃ સંસ્થા ગુજરાત કાઉન્સિલિંગ ઓફ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા તેમના ઘળેલા નિયમો મુજબ ઇલેક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું અનિસ રાચ્છ ની એક યાદીમાં જણાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ