દેશની જાસૂસીના ગંભીર આરોપમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ગોવાથી એક પુરુષ અને દમણથી એક મહિલા ઝડપાયા
અમદાવાદ/સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને પહોંચાડતા બે શંકાસ્પદોની ધરપકડ કરીને એક જાસૂસી નેટવર્કનો ભાંડો ફોડ્યો છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલા અને ભા
गुजरात एटीएस


અમદાવાદ/સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને પહોંચાડતા બે શંકાસ્પદોની ધરપકડ કરીને એક જાસૂસી નેટવર્કનો ભાંડો ફોડ્યો છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલા અને ભારતીય સેના પરથી નિવૃત્ત સુબેદારનો સમાવેશ થાય છે.

દમણ અને ગોવામાંથી બે જાસૂસ કાબૂ

ATSની વિશેષ ટીમે બે અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન ચલાવીને બંને આરોપીઓને ઝડપી લીધા. રશ્મિન રવિન્દ્ર પાલ, મહિલા આરોપીને દમણથી ધરપકડ કરવામાં આવી. જ્યારે એ. કે. સિંહ, પૂર્વ આર્મી સુબેદારને ગોવામાંથી કાબૂમાં લેવામાં આવ્યો.

પાકિસ્તાની એજન્સીઓ સાથે સીધો સંપર્ક

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બંને પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓ સાથે સંપર્કમાં હતા અને દેશદ્રોહી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. ખાસ કરીને એ.કે. સિંહ પર પાકિસ્તાની જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવાની ભૂમિકા હોવાનો ગંભીર આરોપ છે.

ગુપ્ત માહિતી લીક કરવાના પુરાવા

આરોપીઓ દ્વારા દેશના સંવેદનશીલ વિસ્તારો વિશેની મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી તેને વિદેશી એજન્સીઓ સુધી પહોંચાડવામાં આવી હોવાની શક્યતા ATSએ વ્યક્ત કરી છે.

નેટવર્કના અન્ય સભ્યોની શોધ ચાલુ

ગુજરાત ATS હવે આ નેટવર્કમાં જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસનું જાળું વિસ્તારી રહી છે. અત્યાર સુધીમાં કેટલી માહિતી લીક થઈ અને કઈ કઈ સંવેદનશીલ જાણકારી સામેલ છે તે જાણવા માટે પણ તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande