જૂનાગઢ જિલ્લામાં હોટલ, ગેસ્ટહાઉસ,આશ્રમ, મંદિર, મસ્જિદ, અતિથિગૃહ, સમાજવાડી, ધર્મશાળા, ફાર્મહાઉસ તથા રિસોર્ટમાં રોકાતા મુસાફરોની યાદી પથિક વેબ પોર્ટલ પર રજીસ્ટર કરાવવી ફરજિયાત
ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) ત્રાસવાદી/અસામાજિક તત્વો જિલ્લાના વિસ્તારોમાં આવેલ હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથિગૃહ, વિશ્રામ ગૃહ સમાજની વાડીઓ, લોજ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુ માટે રહેવાની સુવિધા ધરાવતા યાત્રાળુ નિવાસો, ફા
જૂનાગઢ જિલ્લામાં હોટલ, ગેસ્ટહાઉસ,આશ્રમ, મંદિર, મસ્જિદ, અતિથિગૃહ, સમાજવાડી, ધર્મશાળા, ફાર્મહાઉસ તથા રિસોર્ટમાં રોકાતા મુસાફરોની યાદી પથિક વેબ પોર્ટલ પર રજીસ્ટર કરાવવી ફરજિયાત


ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) ત્રાસવાદી/અસામાજિક તત્વો જિલ્લાના વિસ્તારોમાં આવેલ હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથિગૃહ, વિશ્રામ ગૃહ સમાજની વાડીઓ, લોજ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુ માટે રહેવાની સુવિધા ધરાવતા યાત્રાળુ નિવાસો, ફાર્મ હાઉસ તથા રિસોર્ટમાં ગુપ્ત આશરો મેળવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ કરતા હોય તેમજ તેઓ આવા આશ્રયસ્થાનો ઉપર રહી જિલ્લાની ભીડભાડવાળી જગ્યાઓ, મોટી હોસ્પિટલો, ઉદ્યોગિક એકમો, સરકારી કચેરીઓ, વાઈટલ ઇન્સ્ટોલેશન, અતિસંવેદનશીલ જગ્યાઓનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓ ત્રાસવાદી/ભાંગફોડીયા પ્રવૃતિઓને અંજામ આપતા હોય, આથી આવા સ્થળ ઉપર અમુક નિયંત્રણો મૂકવા દેશની સુરક્ષા માટે ગુપ્તચર સંસ્થાઓના વખતોવખતના અહેવાલો તથા અમુક બનાવોના આધારે અનુભવે જરૂરી હોવાનું જણાવી જૂનાગઢ જિલ્લા વિસ્તારના આવા સ્થળોએ રહેવાની સુવિધા કોઈપણ વ્યક્તિઓને પૂરી પાડે ત્યારે તેની એન્ટ્રી ૨૪ કલાકમાં પોલીસ દ્વારા તૈયાર થાય કરાયેલા ઓનલાઇન વેબ પોર્ટલ http://pathik.guru/માં કરવા તથા આનુસંગિક સૂચનાઓને અમલવારી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામત અને સુરક્ષા જાળવવા માટે પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢ તરફથી થયેલ દરખાસ્ત મુજબ અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી બી.એસ.બારડ દ્રારા ફોજદારી કાર્યનીતિ અધિનિયમ BNSS,2023 ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથિગૃહ, વિશ્રામ ગૃહ, સમાજની વાડીઓ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુ માટે રહેવાની સુવિધા ધરાવતા યાત્રાળુ નિવાસો ફાર્મ હાઉસ, રિસોર્ટની જૂનાગઢ જિલ્લાની એસ.ઓ.જી.શાખાની ઓફિસમાં રજીસ્ટર કરાવી વેબ પોર્ટલ http://pathik.guru/ માટેના યુઝર આઇડી પાસવર્ડ મેળવી લઈ રોજે રોજ આવતા તમામ રોકાણ કરતા મુસાફરોની રજીસ્ટરમાં નોંધ કરવી ત્યારબાદ ૨૪ કલાકની અંદર ઓનલાઇન પોર્ટલમાં એન્ટ્રી કરવી. તે સિવાય કોઈ પણ વ્યક્તિને આવા સ્થળોના માલિકો/સંચાલકો/મેનેજરો ભાડે/વગર ભાડેથી આપી શકશે નહીં.

આવા સ્થળોમાં મુસાફર આવે ત્યારે તમામ મુસાફરોની મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટર ઉપરાંત ઓનલાઈન વેબ પોર્ટલ http://pathik.guru/માં જણાવેલ તમામ માહિતીની સચોટ ડેટા એન્ટ્રી તેઓના લીધેલ આઈડી પ્રૂફ મુજબની પુરા નામ સરનામા સાથે ૨૪ કલાકમાં કરવાની રહેશે. તમામ ભારતીય મુસાફરોની ફોટો આઈડી તરીકે તેઓના અસલ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ પાનકાર્ડ ચેક, કરી તેને અપલોડ કરવાના રહેશે. ફોટો આઈ.ડી પ્રૂફ તરીકે ઝેરોક્ષ કોપી મેળવીને તેઓ ઉપર તેઓની સહી લેવાની રહેશે.આ રોકાયેલ વિદેશી માધ્યમ મુસાફરોને મળવા આવતા સ્થાનિક અન્ય ઈસમો મુલાકાતઓની અલાયદી નોંધ રાખી તેઓના અસલ ફોટો આઈડી ચેક કરી તેની નકલ મેળવી અને મુલાકાત કર્યાની ખાસ નોંધ તેની માહિતી જે તે ગ્રાહકના ફોટો આઈડી સાથે ફાઇલ કરવાની રહેશે. કાર્યવાહી કર્યા વિના કોઈ પણ વ્યક્તિને આવા સ્થળોના માલિક/સંચાલક કે વહીવટકર્તા તેમની જગ્યા ભાડેથી રહેવા મુલાકાત લેવા અથવા ધંધાકીય ઉપયોગમાં લેવા માટે આપી શકશે નહીં.

આવા સ્થળોના માલિકો/સંચાલકો/મેનેજરો કોઈપણ વ્યક્તિઓને ભાડે વગર ભાડે આપે ત્યારે તે અનુસંધાને સ્થાનિક પરપ્રાતીય/ભારતીય અને વિદેશી મુસાફરો/નાગરિકોની રજીસ્ટરમાં તથા ૨૪ કલાકમાં પથિક વેબપોર્ટલ http://pathik.guru/ડેટા એન્ટ્રી કરવાની રહેશે અને તે અંગેનો રોજેરોજનો સમરી રિપોર્ટ અને તેની સાથે તેઓના આઈડી પ્રૂફની નકલ તથા સી ફોર્મ હાર્ડકોપીમા નિયમિત ધોરણે રોજે રોજ ૨૪ કલાકની મર્યાદામાં જનરેટ કરી તેમની અલાયદી ફાઈલ બનાવી રેકોર્ડમાં રાખવાની રહેશે તથા વિદેશી નાગરિકોની ડેટા એન્ટ્રી પથિક વેબપોર્ટલ ઉપરાંત એફ આર આર ટી મોડ્યુલ સોફ્ટવેર સી ફોર્મ બન્નેમાં કરવાની રહેશે. આ કામગીરી અર્થે રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું કોમ્પ્યુટર/પૂરતી વ્યવસ્થા ફરજિયાત રાખવાની રહેશે. અજાણ્યા ભારતીય/વિદેશી વિઝીટર્સનું બુકિંગ કરાવનાર વ્યક્તિ/ કંપની/ સંસ્થા /વેપારી /પેઢી વગેરેના પુરા નામ સરનામા ટેલીફોન નંબર સહિતના અધિકૃત મેળવવાના રહેશે. અજાણ્યા લોકલ રેફરન્સ સિવાયના ભારતીય વિદેશી મુસાફરોને જિલ્લામાં કઈ જગ્યાએ કયા કામ માટે રોકાવાના છે તેને વિગત મેળવવાની રહેશે. આવનાર તમામ મુસાફરોના મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટર ઉપરાંત ઓનલાઈન વેબ પોર્ટલ http://pathik.guru/માં નોંધાવના રહેશે અને આ મુસાફરો એ આપેલ મોબાઈલ નંબર સાચો છે કે કેમ તે બાબતે ઉપરોક્ત સ્થળોના રિસેપ્શનમાં કામ કરનાર કર્મચારીઓ કોલ કરી ખરાઈ કરવાની રહેશે. હોટલમાં આવનાર કોઈપણ મુસાફરોની શંકાસ્પદ ઈચ્છા જણાવેલથી તાત્કાલિક એસ.ઓ.જી.શાખા અથવા સ્થાનિક પોલીસ અથવા તો પોલીસ કંટ્રોલ જૂનાગઢને જાણ કરવાની રહેશે. સીસીટીવી કેમેરા તથા તેની ત્રણ માસ સુધીના રેકોર્ડિંગ નો બેકઅપ રાખવાનો રહેશે. મુસાફરો જે વાહનમાં આવેલ હોય તે વાહનોના પ્રકાર, મેન્યુફેક્ચર કંપનીનું નામ, ટુ વ્હિલર/ ફોર વ્હિલર અને રજીસ્ટર નંબરની નોંધ મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટર ઉપરાંત ઓનલાઈન વેબ પોર્ટલ http://pathik.guru/માં કરવાની રહેશે.

આકસ્મિત આગ લાગે ત્યારે તે માટેના આગ ઓલાવવાના fire extinguisher પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે. પથિક વેબ પોર્ટલ સંબંધિત રજીસ્ટરો/રેકોર્ડ પોલીસ ઓફિસર વિઝીટ બુક, ઇમરજન્સી કોલ બુક રિસેપ્શન કાઉન્ટર રાખવાના રહેશે અને પોલીસ જ્યારે જોવા માંગે ત્યારે બતાવવાના રહેશે. ઉપરોક્ત સ્થળોએ કામ કરતાં તમામ માલિકો/ભાગીદારો/મેનેજરો/રીસેપ્શનિસ્ટ/અન્ય કર્મચારીઓ સહિત તમામ કર્મચારીઓના હાલના તથા વતનના નામ સરનામા અને મોબાઈલ નંબરોની અધ્યતન માહિતીની યાદી રીસેપ્શન પર રાખવાની રહેશે અને તમામ કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન દર છ માસે એ.સો.જી શાખા અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનને કરવાની રહેશે અને તેની એક નકલ રિસેપ્શન કાઉન્ટર ઉપર રાખવાની રહેશે. http://pathik.guru/ વેબ પોર્ટલને લગતી ડેટા એન્ટ્રી કરવામાં તકલીફ પડતી હોય અથવા પથિક વેબ પોર્ટલ બંધ આવતો હોય તો વિના વિલંબે તાત્કાલિક એસ.ઓ.જી. શાખા જૂનાગઢ જિલ્લાનો સંપર્ક કરવાનો રહેશે તથા કોઈપણ સંજોગોમાં તમામ મુસાફરોની ડેટા એન્ટ્રી ૨૪ કલાકમાં કરવાની બાકી રાખવાની રહેશે નહીં.

આ જાહેરનામું તારીખ તા.૫/૧૨/૨૦૨૫ થી તા. ૨/૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર MNSS,2023 ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધવા માટે પોલીસ હેડ કોસ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande