
ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) માળિયામાં રેલવે સ્ટેશન રોડ પર 30 બેડની હોસપિટલ કાર્યરત છે. આ હોસ્પિટલનું બિલ્ડિંગ જૂનું હોવાથી 15 કરોડના ખર્ચે નવી સીએચસી હોસ્પિટલંન બિલ્ડિંગ બનાવવા મંજૂરી મળી છે. માળિયા તાલુકાનું મુખ્ય મથક છે અને 69 ધરાવતો વિશાળ તાલુકો છે. આ હોસ્પિટલમાં 30નાં બદલે 50 બેડ મંજુર કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય વિસ્તારનાં ભગવાનજીભાઈ કરગઠિયા એ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા નેપત્ર પાઠવીને માંગણી કરી છે. ધારાસભ્યએ લખેલા પત્રમાં જણાવ્યું કે, માળિયા તાલુકો ગીરની બોર્ડર પરનો તાલુકો છે અને ગીર પંથકનાં ગામોના લોકો પણ આ હોસ્પિટલનો લાભ મોટી સંખ્યામાં લઈ રહ્યાં છે. જેથી 30ની જગ્યાએ 50 બેડની હોસ્પિટલ મંજુર કરવા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ