મજૂરનો આખો હાથ ખભાથી કપાઈ ગયો: કડોદરાની ‘પ્રભાકર પ્રોસેસર પ્રા. લિ.’ મિલમાં મેનેજમેન્ટની બેદરકારીથી ભયાનક અકસ્માત
સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.) : કડોદરા તાંતીથૈયામાં આવેલી પ્રભાકર પ્રોસેસર પ્રા. લિ. મિલમાં મેનેજમેન્ટની કથિત ગંભીર બેદરકારીના કારણે એક યુવાન મજૂરનો આખો હાથ ખભાના ભાગેથી કપાઈ જવાનો હદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર મજૂરવર્ગમાં ભય અને ગુસ્સાનો
મજૂરનો આખો હાથ ખભાથી કપાઈ ગયો


મજૂરનો આખો હાથ ખભાથી કપાઈ ગયો


સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.) : કડોદરા તાંતીથૈયામાં આવેલી પ્રભાકર પ્રોસેસર પ્રા. લિ. મિલમાં મેનેજમેન્ટની કથિત ગંભીર બેદરકારીના કારણે એક યુવાન મજૂરનો આખો હાથ ખભાના ભાગેથી કપાઈ જવાનો હદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર મજૂરવર્ગમાં ભય અને ગુસ્સાનો માહોલ ફેલાયો છે.

મળી રહેલી માહિતી મુજબ રણજિત અજય મહતો (ઉંમર 25) મિલની સેન્ટર મિલન મશીન પર સિલાઈ સંબંધિત કામ કરી રહ્યો હતો. દરમિયાન અચાનક તેનો ડાબો હાથ સાડીના છેડામાં ફસાઈ ગયો. મશીનના તેજ અને જોરદાર ખેંચાણને કારણે તેનો આખો હાથ ખભાના ભાગેથી કપાઈને ધડથી અલગ થઈ ગયો હતો. ભગદડભેર રણજિતને કડોદરાની લીલાબા હોસ્પિટલ ખસેડાયો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર હાલતને જોયા બાદ તેને સુરતની એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. યુવાન મજૂરનો હાથ કાપાઈ જવાના આ કરુણ બનાવે મિલમાં અપૂરતી સુરક્ષા વ્યવસ્થા અને મેનેજમેન્ટની બેદરકારીને ઉજાગર કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande