

પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના કુતિયાણામાંથી ગાંજો પકડાયો છે. પોરબંદર એસઓજીની રેઈડ દરિયાન પોરબંદર એસઓજીએ મહિતયારી ગામના આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા પાંચ કિલ્લાના લીલા ગાંજાના છોડ સાથે રામ સુકાની ધરપકડ કરવામાં આવી છે.
પોરબંદર એસ.ઓ.જી સ્ટાફના પો.હેડ કોન્સ. ભરતસિંહ કાળુભા ગોહીલ તથા પો.કોન્સ. ઓડેદરાને અરજનભાઈ સંયુકત રીતે ચોકકસ બાતમી મળેલ કે, એક ઇસમ રામભાઈ સુડાભાઈ પરમાર રહે, જીન પ્લોટ વિસ્તાર, તળાવની પાળ પાસે, મહીયારી ગામ તા. કુતિયાણા જિ.પોરબંદરનો પોતાના કબ્જા ભોગવટાના મકાનના ફળીયામાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી રેઈડ કરતા રામભાઈ સુકાભાઈ પરમાર ઉ.વ.48 રહે, જીન પ્લોટ વિસ્તાર, તળાવની પાળ પાસે, મહીયારી ગામ તા. ડુતિયાણા જિ.પોરબંદરને પોતાના કબ્જા ભોગવટાના મકાનના ફળીયામાં લીલા ગાંજાના છોડ નંગ 01, વજન- 5 ડીલો ડી.રૂ.2,50,000/- ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કુતિયાણા પોલીસ સ્ટેશનમાં N.D.P.S. એકટ 1985 ની કલમ 8(સી).20(2) (બી) મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરી ઇન્સપેકટર વાય.જી. માથુડીયા, પોલીસ ઈન્સપેકટર પી.ડી.જાદવ, પોલીસ એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દિપકભાઈ ડાડી, રવિન્દ્ર ચાંઉ પો.હેડ.કોન્સ. ભરતસિંહ ગોહીલ, મોહિતભાઈ ગોરાણીયા, હરદાસભાઈ ગરચર, ભીમાભાઈ ઓડેદરા, પો.કોન્સ. અરજન ઓડેદરા, દિલીપ મોઢવાડીયા સરમણ ખુંટી ચંદ્રસિંહ જાડેજા તથા ગીરીશ વાજા રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya