
પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : સમી તાલુકાના વરાણા ગામમાં આવેલ સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરે ગુરુવારે પૂનમના દિવસે નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું. આ હવન રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા યોજાયો હતો.
ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. તેમને પ્રસાદ અને ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વઢીયાર પંથકમાં આવેલ આ યાત્રાધામ દૂર દૂરથી આવતા ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. લોકો ખોડિયાર માતાજી સાથે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ