

પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે ચાલી રહેલી આ કથા 7 ડિસેમ્બર સુધી યોજાશે, જેમાં છેલ્લા ત્રણ દિવસથી મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહી કથાનો લાભ લઈ રહ્યા છે.
કથાના ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલે કથા શ્રવણ કરી હતી. બંને વિશેષ અતિથિઓએ આ આધ્યાત્મિક આયોજને માણી ગૌ સેવા માટેના આ પ્રયાસને પ્રોત્સાહન આપ્યું હતું.
શંકર ચૌધરીએ ગૌમાતાના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે ગાયનું દરેક અંગ માનવ અને જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી છે. ગૌમૂત્ર અને વૃક્ષો દ્વારા વધતી જમીનની ફળદ્રુપતા માનવજાતને પોષણ આપે છે. તેમણે ગૌરક્ષણ અંગે જાગૃતિ લાવનારા આ અભિયાનને અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ