
સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.)-શહેરના ઉધના વિસ્તારમાં નશરેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતી યુવતી ગતરોજ ઉધના ભાઠેના ખાતેથી ચાલતા ચાલતા પસાર થઈ રહી હતી ત્યારે એક યુવકે તેનો પીછો કરી તેના સીટી મારી હેરાન પરેશાન કરતો હતો. જેથી આખરે લોકોએ તેને ઝડપી પાડી પોલીસને બોલાવી લીધી હતી. ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ઉધના ભાઠેના વિસ્તારમાં આવેલ નશરેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતી યુવતી ભાઠેના વિસ્તારમાં રણછોડ નગર પાસે આવેલ એક ખાનગી ક્લાસીસમાં સવારે આઠેક વાગ્યાના અરસામાં છોકરાઓને ટ્યુશન ક્લાસીસ ભણાવવા માટે ગઈ હતી. જ્યાંથી તે ટ્યુશન ક્લાસીસ પૂર્ણ કરી 10:30 વાગ્યાના અરસમાં એકલી ચાલતા ચાલતા ઘરે જવા માટે નીકળી હતી. આ સમયે ભાઠેના નવનિકેતન સોસાયટી પાસે એક યુવકે તેનો પીછો કર્યો હતો અને પહેલા તેણે એક નજરે જોયા કર્યું હતું અને ત્યારબાદ તેની પાછળ પાછળ આવી સીટી મારતો હતો. જેથી આ સમયે યુવતીએ તેમની કાકાની દીકરીને પણ ફોન કરીને આ વાતની જાણ કરી તેમને બોલાવી લીધી હતી.
આ દરમિયાન પબ્લિકના માણસોએ પણ પોલીસ કંટ્રોલમાં ફોન કરી પીસીઆર બોલાવી લીધી હતી. જેથી લોકોએ યુવકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આ મામલે ભોગ બનનાર યુવતીની પૂછપરછ કરતા તેઓએ પણ સઘળી હકીકત જણાવી હતી. જેથી પોલીસે તેમની ફરિયાદ લઈ યુવતીને હેરાન પરેશાન કરનાર સમાધાન દિનેશભાઈ માને (રહે એલ એન પાર્ક ભાઠેના ઉધના) ને ઝડપી પાડ્યો હતો અને તેની સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે