પોરબંદર મનપા દ્વારા બે સપ્તાહમાં 50 આખલા ડબ્બે પુરાયા
પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરી વિસ્તારમા રખડતા ઢોરનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર વાહન લઈને નિકળવુ મુશ્કેલ બન્યુ છે, તાજતેરમાં આખલાએ મહિલાને ઢીંકે ચડાવતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. ત્યારબાદ છેલ્લા બે સપ્તાહથી મનપા ઢો
મનપા દ્વારા બે સપ્તાહમાં  50 આલખા ડબ્બે પુરયા.


મનપા દ્વારા બે સપ્તાહમાં  50 આલખા ડબ્બે પુરયા.


પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરી વિસ્તારમા રખડતા ઢોરનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર વાહન લઈને નિકળવુ મુશ્કેલ બન્યુ છે, તાજતેરમાં આખલાએ મહિલાને ઢીંકે ચડાવતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. ત્યારબાદ છેલ્લા બે સપ્તાહથી મનપા ઢોરને પકડવાની કરી રહી છે.

પોરબંદર શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. મુખ્યમાર્ગે સાંજના સમયે વાહન ના નિકળે એવી પરિસ્થિતિમાં ઢોર માર્ગ પર અડીંગો જમાવીને બેસતા હોવાથી શહેરીજનોમાં ભારે મુશ્કેલી તાજેતરમાં એક મહિલાનું રખડતાં ઢોરે મહિલાના ઘર આંગણે ઢીંકે ચડવતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. ત્યારબાદ પોરબંદર મનપા સફાળી જાગી છે છેલ્લા બે સપ્તાહથી ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પોરબંદર મનપાના ડેપ્યુટી કમિશ્નર મનન ચતુર્વેદીના જણાવ્યુ મુજબ શહેરી વિસ્તારમાં છેલ્લા બે સપ્તાહથી ઢોરને પકડવાની કામગીરી મનપા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં શહેરી વિસ્તારમાંથી 50થી વધુ આખલાઓને પકડી મનપા સંચાલિત ગૌશાળામાં મુકવામાં આવ્યા છે, ઓડદર ગૌશાળામાં તાજેતરમાં પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરાયો જેમાં પાણી, આરસીસી લગત કામગીરી તેમજ સેડની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ ડોકટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટુંક સમયમા માલીકાના ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામા આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande