
- પ્રભુ શ્રીરામચંદ્રજી અને અંબાજી માતાજીની પ્રતિમાની પૂજા વિધિ
ગીર સોમનાથ, 4 ડિસેમ્બર (હિ.સ.) : આજરોજ સુત્રાપાડા બંદર ખાતે શ્રી રામદેવજી મહારાજ તેમજ પ્રભુ શ્રી રામચંદ્ર તેમજ શ્રી અંબા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શોભાયાત્રા કાઢવામાં આવેલ. આ શોભાયાત્રામાં સુત્રાપાડા મચ્છીમાર સમાજ સમાજ જોડયો હતો. આ મંદિર બનાવામા સુત્રાપાડા મચ્છીમાર સમાજ તમામ સમજો એક થઇને આ આયોજન કરેલું ત્યારબાદ શ્રી રામદેવજી મહારાજની ધ્વજારોહણ તેમજ પ્રભુ શ્રીરામચંદ્રજી અને અંબાજી માતાજીની પ્રતિમાની પૂજા વિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમસ્ત ગુજરાત ખરવા સમાજના ઉપપ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોર કુહાડાના વરદ હસ્તે ધ્વજાની આરતી ધ્વજારોહણ કરવામા આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગુજરાત માંથી માચ્છીમાર સમાજ હાજર રહી હતી. પોરબંદર ખારવા સમાજ અને ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવન ભાઈ શિયાર, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને ગુજરાત ખારવા સમાજના ઉપ પ્રમુખ અખિલ ગુજરાત મચ્છીમાર મહા મંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા વેરાવળ ખારવા સમાજ ના ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, ગુજરાત કોળી બારગમ સમજ ના પ્રમુખ ભીખા ભાઈ પૂર્વ પ્રમુખ લક્ષમર ભાઈ ઘઘલા ખારવા સમાજના પટેલ દીવ ખારવા સમાજ અને છ ગામ ખારવા સમાજના પ્રમુખ મગન ભાઈ માઢવાર ખારવા સમાજના પટેલ તેમજ માઢવાર કોળી સમાજના પટેલ મૂળદ્વારકા ખારવા સમાજ ના પટેલ તેમજ કોળી સમાજ ના પટેલ ધામરેજ ખારવા સમાજ ના પટેલ તેમજ કોળી સમાજ ના પટેલ સહીત સમગ્ર સુત્રાપાડા માંથી મચ્છીમાર સમાજના પટેલ પ્રમુખો હાજર રહ્યા હતા સાથે વેરાવળ સમસ્ત ખારવા સમાજના આગેવાનો તેમજ દરિયાપટીના તમામ ખારવા સમાજના પટેલઓ, પ્રમુખઓ, આગેવાનોઓ, તેમજ બોહરી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને આ શોભાયાત્રા તેમજ પૂજા વિધિનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ