વેસુમાં ભાડુત મકાન માલિકનું બુલેટ અને રોકડા બે લાખ લઇ છુમંતર
સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.) શહેરના વેસુ વિસ્તારમાં રહેતા યુવકે પોતાના મકાનમાં એક યુવકને રૂમ ભાડેથી આપી હતી. જોકે યુવકે તેની સાથે મિત્રતા કરી તેમનો વિશ્વાસ જીતી તેમની બાઈક ફરવા માટે લીધી હતી. આ ઉપરાંત પૈસાની જરૂર હોવાની કહીને ટુકડે ટુકડે ઘર ખર્ચ માટે
વેસુમાં ભાડુત મકાન માલિકનું બુલેટ અને રોકડા બે લાખ લઇ છુમંતર


સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.) શહેરના વેસુ વિસ્તારમાં રહેતા યુવકે પોતાના મકાનમાં એક યુવકને રૂમ ભાડેથી આપી હતી. જોકે યુવકે તેની સાથે મિત્રતા કરી તેમનો વિશ્વાસ જીતી તેમની બાઈક ફરવા માટે લીધી હતી. આ ઉપરાંત પૈસાની જરૂર હોવાની કહીને ટુકડે ટુકડે ઘર ખર્ચ માટે 1,00,000 રોકડા તથા એક લાખ ગૂગલ પે મારફતે પણ મળી કુલ બે લાખ રૂપિયા પણ પચાવી પાડ્યા હતા અને બાદમાં એક પણ રૂપિયો નહીં આપી હાથ ઊંચા કરી લીધા હતા. જેથી આખરે યુવકે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ જમ્મુ કશ્મીરના વતની અને હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં ગેલ કોલોની પાસે આવેલ સનસાઈન રેસીડેન્સીમાં રહેતા અંકિત રામપ્રસાદ શર્મા ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ વેસુમાં એક ફ્લેટ લઈ રાખ્યો હતો અને ફ્લેટમાં રૂમ ખાલી હોવાથી તેમણે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા લોકેશ યોગેશ અગ્રવાલ ને ફ્લેટમાં રૂમ ભાડેથી આપી હતી. તારીખ 2/3/2025 થી તારીખ 7/10/2025 સુધી લોકેશ અગ્રવાલ તેમના સાથે રહેતો હતો. આ દરમિયાન તેમણે અંકિત શર્માની વર્ષ 2020 માં લીધેલી રોયલ એનફિલ્ડ કંપનીની સ્ટીલ ગ્રે કલરનું હિમાલયન બાઈક રૂપિયા 1.80 લાખ વાપરવા માટે લીધું હતું અને તે પણ પરત આપ્યું ન હતું. આ ઉપરાંત તેમણે ઘર ખર્ચ માટે ટુકડે ટુકડે રૂપિયા એક લાખ રોકડા અને એક લાખ રૂપિયા ગૂગલ પે મારફતે મળી કુલ રૂપિયા બે લાખ પણ પચાવી પાડ્યા હતા. જેથી આખરે બાદમાં અંકિત શર્માએ પૈસા માંગતા એક પણ રૂપિયો પરત નહીં આપી લોકેશ અગ્રવાલ એ હાથ ઊંચા કરી લીધા હતા. જેથી આખરે ભોગ બનનાર અંકિતને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ આ મામલે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande