જામનગરમાં નવા બનેલા ફ્લાય ઓવરબ્રિજ ઉપર એસટી બસ નહીં દોડે : આદેશ જારી
જામનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહરેમાં ઇન્દિરા માર્ગ પર નવો ઓવર બ્રિજ બનતા ઇન્દીરા માર્ગ થઇ એસટીનું સંચાલન ફરી જુના રાબેતા મુજબના રૂટ ઉપરથી બસ પસાર થશે તે આદેશ વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે તો શહેરીજનોએ આ મુજબ એસટી બસનો
ફ્લાય ઓવરબ્રિજ


જામનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહરેમાં ઇન્દિરા માર્ગ પર નવો ઓવર બ્રિજ બનતા ઇન્દીરા માર્ગ થઇ એસટીનું સંચાલન ફરી જુના રાબેતા મુજબના રૂટ ઉપરથી બસ પસાર થશે તે આદેશ વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે તો શહેરીજનોએ આ મુજબ એસટી બસનો લાભ લેવા ડીટીઆઈ જે.વી. ઈશરાણી દ્વારા જણાવાયું છે.

જામનગર શહેરમાં ઇન્દીરા માર્ગ પર ઓવર બ્રીજ બનતા મૂળ રસ્તા પર સંચાલન કરવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જણાવાયું છે. એસટી ડેપોથી રાજકોટ તેમજ કાલાવડ તરફ જતા સાત રસ્તા સર્કલ, જુના રેલ્વે સ્ટેશન (અંબર ચોકડી) અને હાલાર હાઉસથી આગળ મળી કુલ ત્રણ જગ્યાએ સ્ટોપ આપવાનું નકકી કરાયું છે.

જેમાં મુસાફરોને બસમાં ચડાવવા અને રાજકોટ તેમજ કાલાવડ તરફથી આવતા સુરેશ ફરસાણ માર્ટથી આગળ જુના રેલ્વે સ્ટેશન તેમજ સાત રસ્તા સર્કલ પાસે ત્રણ જગ્યાએ મુસાફરોને ઉતારવા તેમજ ગુદ્રદ્વારા પાસે રોડની પહોળાઈ સાંકડી હોવાથી અને બસ ઉભી ન રાખીએ તો ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન થતો હોવાથી ગુરૂદ્વારા અને વિકટોરીયા પોઈન્ટનો સ્ટોપ રદ્દ કરવામાં આવ્યો છે.

વિકટોરીયા પોઈન્ટના બદલે રાજપાર્ક પોઈન્ટ રહેશે. લોકલ, એકસપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર, વોલ્વો, એસી, ઇલેકટ્રીક બસોને આ રૂપ પર સંચાલન કરવામાં આવશે. આમ એસટીની તમામ બસો હવે નીચેના તેમના રૂટ પરથી દોડશે તો મુસાફરોને આ તમામ પોઇન્ટ ઉપરથી બસની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande