ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની અબાકસ‌ સ્પર્ધા - 2025નું આયોજન
ગાંધીનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની અબાકસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વાવોલ, ગાંધીનગરના જીનિયસ અબાકસ સેન્ટરના વિધાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી વાવોલનું ગૌરવ વધાર્યું‌ હતું. ગા
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની અબાકસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વાવોલ, ગાંધીનગરના જીનિયસ અબાકસ સેન્ટરના વિધાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી વાવોલનું ગૌરવ વધાર્યું‌ હતું.

ગાંધીનગર શહેરમાં છેલ્લા બે વર્ષથી જીનિયસના ટિચર પ્રિયંકા મેરૈયા વાવોલમાં અબાકસ સેન્ટર ચલાવી રહ્યા છે. તેઓ સત્ત બાળકો સાથે લાગણી‌‌ સભર રીતે જોડાયેલા રહે છે અને બાળકોમાં ઉત્તમ પ્રતિભા વિકસતી રહે તેવા પ્રયત્ન કરતા રહે છે. તેના ક્લાસિસમાં તાલીમ લેતા બાળકોએ તાજેતરમાં ગાંધીનગર મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની અબાકસ કોમ્પિટીશન સ્પર્ધા-2025માં ચેમ્પિયન વિજેતા પ્રાંશુ પાટીલ બન્યા હતા. ત્યારે વિજેતા અવની જય, વેન્શી પટેલ, હર્ષ રાજ, વાની ચૌહાણ, કિયાન પુરોહિત, શિવાંશ પટેલ, આફરીન, સોફિયા, પ્રવ્યા શાહ, આહના કડિયા, યાહવી પરમાર, ઋષી રાજ પરમાર, દીવયમ મેવાડા, રૂદ્ર પટેલ, વિશંત વાઘેલા, જૈનીલ પટેલ, મેડલ નામ હિતાર્થે પંડિયા, જિયાન પટેલ, રિશવ પટેલ, આરવ પટેલ, જીયાન દીક્ષિત, શ્લોક રબારી, પ્રજવલ વર્મા, દ્રોણ પાઠક, અદિતી કડિયા ટ્રોફી જીતીને વાવોલનું ગૌરવ વધાર્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande